વિદ્યાર્થીની પરીક્ષા:યુનિ.ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં હવે જનરલ ઓપ્શનનો લાભ નહીં અપાય

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારથી 53 હજાર વિદ્યાર્થીની પરીક્ષા
  • કોરોના સમયે યુનિ.એ વિદ્યાર્થીઓને આપેલી રાહત બંધ કરી

દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ કોલેજો અને યુનિવર્સિટીના 53 હજાર વિદ્યાર્થીની જુદા જુદા કોર્સની પરીક્ષાઓ 22મી નવેમ્બરથી શરૂ થઇ રહી છે. યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓમાં કોરોનાની મહામારીને લીધે કેટલાક વિષયોમાં કોર્સ અધૂરા રહ્યા હોવાની અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવી શકાયું નહીં હોવાની ફરિયાદોને પગલે પરીક્ષામાં જનરલ ઓપ્શન આપી રાહત આપી હતી.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ અગાઉની પરીક્ષાઓમાં જનરલ ઓપ્શન આપ્યા હતા જેમાંથી વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં આપેલા વધુ વિકલ્પોમાંથી પ્રશ્નના જવાબો આપી શકે પરંતુ હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાથી આગામી 22થી શરૂ થતી પરીક્ષામાં હવે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં જનરલ ઓપ્શનનો લાભ નહીં આપે.

હવે જૂની પેપર પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા આપવાની રહેશે. બીએ, બી.કોમ સહિત જુદા જુદા કોર્સના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તારીખ 22મી નવેમ્બરથી લેવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ટાઈમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષામાં સૌથી વધુ બીકોમના 18 હજારથી વધુ અને બીએના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા અગાઉ 18 ઓક્ટોબરમાં લેવાનાર હતી પરંતુ કોર્સ અધૂરા હોવાને કારણે પરીક્ષા મોકૂફ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...