તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારભાયા પરિવાર સાથે મારામારીનો કેસ:PSI પર બે કલાક સુધી ત્રાસ ગુજાર્યો ને ફોજદાર બેભાન જેવા થઇ ગયા હતા

રાજકોટ3 મહિનો પહેલા
ઝપાઝપી થયા બાદ પોલીસ જવાનની તબિયત લથડી હતી
  • આરોપીને શોધવા ગયેલી પોલીસ અને પરિજનો વચ્ચે તકરારની અંદરની કહાની
  • જામીન બાદ ભાજપની મહિલા આગેવાને ધરણાંનું ‘નાટક’ કરતાં પોલીસે ફરી અટકાયત કરી

શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા છેતરપિંડીના આરોપી ધર્મેશ બારભાયાની શોધમાં ગયેલા પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલ મંઢને પરિવારજનોએ બે કલાક સુધી ઘરમાં ગોંધી રાખી માર માર્યો હતો. પરિવારજનોના ત્રાસથી ફોજદાર બેભાન જેવા થઇ ગયા હતા અને સેટી પર ઢળી પડ્યા હતા. પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલ મહેશ મંઢ આરોપી ધર્મેશની શોધમાં જતાં જ પરિવારજનોએ ચાલાકીથી તેમને ઘરમાં બોલાવ્યા હતા અને ઘરમાં જતાં જ ડેલી બંધ કરી દીધી હતી.

પોલીસે મહિલા સાથે ઝપાઝપી કરી હતી
પોલીસે મહિલા સાથે ઝપાઝપી કરી હતી

બાદમાં પરિવારના 15 સભ્યે પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલને ઘેરી લીધા હતા અને મારકૂટ કરવા લાગ્યા હતા, વીડિયો શૂટિંગ કરી પોલીસ પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું, એટલું જ નહીં બારભાયા પરિવાર ત્રાડૂકીને એવું પણ બોલતો હતો કે, ‘તમે અમારા છોકરાવને મારકૂટ કરી હતી, પરિવારના વૃદ્ધ સભ્યને ગાળો ભાંડી હતી, હવે તમે કૂકડા બનો’.ઘટનાનો વીડિયો જાહેર થયો હતો તેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ આરોપીની જેમ અદબવાળીને ઊભા દેખાતા હતા તેમજ એક તબક્કે પીએસઆઇ સાખરા સેટી પર ઢળી પડ્યા હતા.

પોલીસ સાથે મારામારીના દૃશ્યો
પોલીસ સાથે મારામારીના દૃશ્યો

બાદમાં ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી અને બંનેને મુક્ત કરાવી બારભાયા પરિવારના સભ્યોની ટીંગાટોળી કરી તમામને પોલીસમથકે લઇ જવાયા હતા. બારભાયા પરિવારને ઉશ્કેરનરા ભાજપની મહિલા આગેવાન પુનિતા પારેખ સહિત 20 લોકો સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી, બાદમાં તમામનો જામીન પર છુટકારો થયો હતો. જામીન મુક્ત થયા બાદ ભાજપ આગેવાન પુનિતા પારેખ મંગળવારે સવારે પોલીસ ચોકી સામે ધરણાં પર બેસી ગઇ હતી, જે મામલે પોલીસે તેની અટકાયત કરી હતી.

ટીંગાટોળી કરી લઈ જતી પોલીસ
ટીંગાટોળી કરી લઈ જતી પોલીસ
અન્ય સમાચારો પણ છે...