મેઘકૃપા:રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં સરેરાશ 42.88 મી.મી. વરસાદ સાથે કુલ 36.02% પાણીની આવક થઈ, ખેડૂતોમાં આનંદ છવાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાદર ડેમમા -1 માં 1.54 ફૂટ, આજી – 1 ડેમમાં 1.43 ફૂટનો વધારો
  • છાપરાવાડી -1 માં 110 મી.મી., વેરી પર પર સર્વાધિક 135 મી.મી. નોંધાયો
  • ફુલઝર ડેમના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સુચના

રાજકોટ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ અને પડધરીમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં વિવિધ જળાશયોમાં 42.88 મી.મી. વરસાદ સાથે જળાશયોમાં કુલ 36.02% નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જેમાં છાપરાવાડી -1 માં 110 મી.મી., વેરી પર પર સર્વાધિક 135 મી.મી. નોંધાયો છે.આ ઉપરાંત હાલ અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ફુલઝર ડેમની હેઠવાસમાં આવેલા હરિયાસણ, ખારચીયા, રાજપરા અને રબારીકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આખા ઓગસ્ટ માસમાં 31 મીમી અને બુધવારે એક જ દિવસમાં 50 મીમી
આખા ઓગસ્ટ માસમાં માત્ર 5 જ દિવસ વરસાદ થયો હતો. ઓગસ્ટ માસમાં વરસાદની શરૂઆત 2 તારીખના રોજ થઇ હતી. જ્યારે છેલ્લો વરસાદ 22 ઓગસ્ટના રોજ થયો હતો. આમ, આખા ઓગસ્ટ માસમાં કુલ 31 મીમી વરસાદ થયો હતો. જ્યારે બુધવારે આખા દિવસમાં વરસાદ 50 મીમી થયો હતો. એટલે આમ જોવા જોઇએ તો ઓગસ્ટ માસ કરતા ડબલ વરસાદ બુધવારે એક જ દિવસમાં થઈ ગયો હતો.

આજી – 3 ડેમ પર 75 મી.મી. વરસાદથી પાણીની આવકમા નોંધપાત્ર વધારો થયો
જે મુજબ ભાદર ડેમમા પર 26 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.54 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 22.20 ફૂટ, આજી – 1 ડેમ પર 15 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.43 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 16.80 ફૂટ, આજી – 2 ડેમ પર 50 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.20 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 30.10 ફૂટ અને આજી – 3 ડેમ પર 75 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.33 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 21.40 ફૂટનો વધારો થયો છે.

ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે
આ ઉપરાંત સુરવો ડેમ પર 47 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.66 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 5.10 ફૂટ, વેરી ડેમ પર 135 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.57 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 9.40 ફૂટ, ન્યારી-1 ડેમ પર 18 મી.મી સાથે પાણીની આવકમા 0.16 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 17.10 ફૂટ, ન્યારી – 2 ડેમ પર 35 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.64 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 13.10 ફૂટ, છાપરાવાડી -1 મા 110 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.48 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 12.70 ફૂટનો વધારો થયો છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે જાફરાબાદથી લઇને દ્વારકા પંથક સુધીના કેટલાક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...