ટેક્નોલોજી / ઓટોમેશન મોડેલથી ઓછા રોકાણે ઉદ્યોગ સ્થાપી શકાશે, નવી રોજગારીનું સર્જન થશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • શ્રમિકો વતન ચાલ્યા જતાં અપનાવાય છે અવનવા આઈડિયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:20 AM IST

રાજકોટ. કાસ્ટિંગ, ફોર્જિંગ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો વતન ચાલ્યા જતા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન અડધું થઇ ગયું છે અને કેટલાક એકમો બંધ થઇ ગયા છે.જ્યારે ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં મોટી ડિમાન્ડ નિકળવાની છે. માણસોના અભાવથી ઉદ્યોગકારોને  એકમો બંધ રાખવા પોષાય એમ નથી.જેથી ઉદ્યોગકારોએ હવે પોતાના એકમમાં ઓટોમેશન મોડેલ અપનાવવાના પ્લાનિંગ કરી લીધું છે. જેને કારણે ઓછી જગ્યા અને મૂડીરોકાણે ઉદ્યોગ થઇ શકશે. ઓટોમેશન મોડેલથી મશીનની ડિમાન્ડ નીકળશે અને તેની સાથે સંકળાયેલા આ ક્ષેત્રમાં નવી રોજગારીનું  સર્જન થશે.

મશીન પર પણ માણસનું કામ રોબોટ કરશે
અત્યારે ઓટોમેશન વીથ રોબોટિક મશીનની ઈન્કવાયરી આવી રહી છે. જે સીએનસી મશીન બાદની નવી જનરેશન છે. આગામી 5 વરસમાં દરેક ઉદ્યોગોમાં  રોબોટિક મશીનની વપરાશ ડબલ ગણો થઇ જશે અને હાલ જે કામ માણસ કરી રહ્યું છે તે મશીન ચાલુ કરવાથી લઈને લોડિંગ,અનલોડિંગ કરવા સહિતનું બધુ જ કામ રોબોટ કરશે.
- રૂપેશ મહેતા, ડિરેકટર- મેક પાવર સીએનસી 

લાંબો સમય સુધી મજૂરોની રાહ જોઈ શકાય એમ નથી
શાપરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ ભુવા જણાવે છે કે  પોતાને વિદેશના ઓર્ડર છે પંરતું મજૂરો નહીં હોવાથી ઉત્પાદન  થઇ શકે એમ નથી. લાંબો સમય સુધી મજૂરોની રાહ જોઈ શકાય એમ નથી. જેથી હવે આખા પ્લાન્ટમાં ઓટોમેશન મોડેલ અપનાવશે.

ઈન્વેસ્ટમેન્ટ બાદ લાંબાગાળા સુધી ફાયદો 
મશીનમાં માત્ર એક જ વખત રોકાણ કરવાનું થશે. લાંબા સમય સુધી તેના મારફત કામ લઈ શકાશે. કમાન્ડ સેટ કરી નાખીએ તો ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રહી શકે છે અને માનવસર્જીત કોઈ ભૂલ થવાની શકયતા રહેતી નથી. આમ,મશીનમાં એક વખત ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ  લાંબા ગાળા સુધી ફાયદો છે. - રમેશ વોરા, સેક્રેટરી મેટોડા, 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી