તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્ય અભિલેખાગાર કચેરી પશ્ચિમ વર્તુળ રાજકોટ કે જ્યાં રાજકોટ સ્ટેટ સહિત અન્ય રજવાડાઓના 3.50 લાખ લેખો, ચોપડાઓ અને ફાઈલોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી આ કચેરી મહત્ત્વની હોવા છતાં માત્ર બેજ કર્મચારીથી કચેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ વર્તુળ રાજકોટના અધિક્ષક ભુરજીભાઈ ડામોરે જણાવ્યું હતું કે, આ કચેરીમાં રાજકોટ સ્ટેટ વખતના આસરે 3.50 લાખ થી વધુ ફાઈલ અને દસ્તાવેજો -લેખો પડેલા છે જે 4 માળમાં વિભાજિત કરાયા છે.
તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જે મહેકમ ફાળવામાં આવ્યું છે તેનાથી વિપરીત માત્ર 2 કર્મીઓ જ છે જે સમગ્ર કચેરીની સારસંભાળ લ્યે છે. ત્યારે આ તકલીફ અને કામના ભારણને ઘટાડવા સરકારમાં અનેક વખત રજૂઆત અને દરખાસ્તો પણ કરવામાં આવેલી છે, છતાં હજુ કોઈ યોગ્ય નિવેડો લવાયો નથી. અને જૂનાગઢ તથા જામનગરની પણ અતિરેક કામગીરી સોંપવામાં આવી છે. અરજદારોએ અનેક વખત લેખ માટે કચેરીએ આવવું પડે છે, પરંતુ અપૂરતા સ્ટાફના પગલે યોગ્ય ન્યાય પણ આપી શકાતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી આજદિન સુધી 2500 જેટલી અરજીનો ભરાવો થયો છે, અને દર માસમાં 150 જેટલી વધુ અરજીઓ પણ આવે છે જેના ભાગરૂપે એક માસમાં માત્ર 50 જેટલી જ અરજીઓનો નિકાલ શક્ય બને છે.
કચેરીનો મુખ્ય હેતુ એ છે કે, જે ઐતિહાસિક રેકર્ડ રાખવામાં આવ્યા છે અને જરૂરિયાત પ્રમાણે તે અંગે સંશોધન કરવામાં આવે તો સમય બગાડ્યા વિના સાહિત્ય પૂરું પાડી શકાય. આ કચેરી ખાતે મહેસૂલના રેકર્ડ સહિત અનેક દસ્તાવેજો સંગ્રહિત કરવામાં આવ્યા છે. સંશોધન મદદનીશ કે જે ટેક્નિકલ પોસ્ટ છે તેને હાલ વહીવટી કામગીરી કરાવવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકોની નારાજગીનો પણ સામનો અભિલેખાગાર કચેરીએ કરવો પડે છે. રાજકોટ ખાતે રિજિયન ઓફિસ હોવાના કારણે ગીર-સોમનાથ જિલ્લો, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની કામગીરીનું પણ ભારણ રાજકોટ પર હોવાથી વધુ લોકો ફાળવવા માંગ કરવામાં આવી છે.
અભિલેખાગર કચેરીમાં જે લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે અતિ મહત્ત્વપૂર્ણ હોવાથી તેની જાળવણી અને તેની સાચવણી પણ એટલી જ જરૂરી છે. ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરી તમામ સંગ્રહ થયેલા લેખોની સારસંભાળ લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જે મહેકમ ફાળવવામાં આવ્યું છે તે હાલ 19નું છે જેની સામે અત્યારે માત્ર ને માત્ર બેજ લોકો કાર્ય કરી રહ્યા છે ત્યારે અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને દિન પ્રતિદિન કામગીરીમાં પણ વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ અને જામનગરને રાજકોટ કચેરી ખાતે ભેળવી દેવામાં આવ્યું છે જેના કારણે કામગીરી સાથે વહીવટી કામગીરી પણ વધી ગઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.