તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Anticipatory Bail Application Of The Accused In The Incident Of Poisoning Of A Brahmin Family In Rajkot Was Rejected By The Court

અરજી નામંજૂર:રાજકોટમાં બ્રાહ્મણ પરિવારના વિષપાનની ઘટનાના આરોપીઓની આગોતરા જામીનની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી દિલીપ કોરાટની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આરોપી દિલીપ કોરાટની ફાઈલ તસ્વીર
  • સરકારી વકીલ સમીર ખીરાની રજૂઆત બાદ કોર્ટ દ્વારા બંનેની જામીન અરજી ફગાવી

રાજકોટ શહેરના નાનામવા રોડ ઉપર શિવમ પાર્કમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારે કોરાટ પરિવારને મકાન વેચવા બાબતની ઘટનામાં પૈસાની લેતી દેતી બાબતે છેતરપીંડીનો ભોગ બનતા પુત્ર-પુત્રીને ઝેરી દવા પાઈને પોતે દવા પી લઈ અને દવા પીવાની ઘટનામાં પાંચ શખ્સોનો ઉલ્લેખ કરતી સ્યુસાઇડ નોટ લખી હોવાની ઘટના અંગે આરોપી દિલીપ કોરાટ અને ફરાર આરોપી આર. ડી. વોરા દ્વારા વચગાળાના આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી જે સરકારી વકીલ સમીર ખીરાની રજૂઆત બાદ કોર્ટ દ્વારા બંનેની જામીન અરજી ફગાવવામાં આવી હતી

જાણો શું હતો સમગ્ર મામલો
નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું મોત થયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વકિલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે IPCની કલમ 307, 406, 384, 114, 120-B મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવતરું કરી કમલેશભાઇનું 1 કરોડ 29 લાખના મકાનનો સોદો કરી સુથીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો.

પિતાનું સારવારમાં મોત.
પિતાનું સારવારમાં મોત.

આરોપી દિલીપ કોરાટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ બનાવ અંગે ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગંભીરતાથી નોંધ લઇ સીટની રચના કરી છે. જેથી મૃતક કમલેશભાઇની સ્યુસાઇડ નોટ કબ્જે કરી ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 3 દિવસ પહેલા અમદાવાદ હાઇવે પરથી આરોપી દિલીપ કોરાટને ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.