આર્થિક હિતની શંકા:હોમિયોપેથી કૌભાંડમાં વ્યાસ કોલેજના 65 વિદ્યાર્થીની ઉત્તરવહીની તપાસ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની સપ્લિ. જોડી પાસ કરાવવાના કૌભાંડમાં આર્થિક હિતની શંકા

અમરેલીની વી.એન વ્યાસ કોલેજમાં થર્ડ બીએચએમએસની પરીક્ષામાં બે વિદ્યાર્થીની ઉત્તરવહી સાથે જૂની અને જવાબ સાથેની એક જ પ્રકારના અક્ષરવાળી સપ્લિમેન્ટરી મળી આવતા કૌભાંડ થયાની શંકાએ યુનિવર્સિટીએ તપાસ તો હાથ ધરી છે પરંતુ જે-તે સમયે આ કોલેજમાં જેટલા વિદ્યાર્થીઓએ આ વિષયની પરીક્ષા આપી હતી તે 65 વિદ્યાર્થીઓની મુખ્ય ઉત્તરવહી અને સપ્લિમેન્ટરીની પણ તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કૌભાંડમાં આર્થિક હિતની શંકાએ યુનિવર્સિટી કોલેજ સંચાલક અને વિદ્યાર્થીને પણ તપાસ માટે અને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જોકે થર્ડ બીએચએમએસનું પરિણામ પણ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ-2021માં લેવાયેલી થર્ડ BHMSમાં ઓર્ગેનોન મેડિસિનનું પેપર લેવાયું હતું જેમાં અમરેલીની વી.એન.વ્યાસ હોમિયોપેથી કોલેજના બે વિદ્યાર્થીની મુખ્ય ઉત્તરવહી સાથે જોડેલી સપ્લિમેન્ટરીમાં એક જ સરખા અક્ષરના અને સરખા જ ઉત્તર લખેલા છે.

પેપર ચેક કરનારને શંકા જતા તેમણે આ સમગ્ર મામલો ઈડીએસી સમક્ષ મુક્યો છે, પરંતુ કમિટી પાસે માત્ર પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને સજા આપવાની જ સત્તા છે, આ પ્રકારના કૌભાંડ મુદ્દે સિન્ડિકેટમાં ચર્ચા થનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોલેજે તો આ પ્રકારનું કૌભાંડ આચર્યું જ છે પરંતુ યુનિવર્સિટીએ મોકલેલી સપ્લિમેન્ટરીને બદલે જૂની અન્ય નંબરની સપ્લિ.નો ઉપયોગ કરાયો હોવાથી યુનિવર્સિટી સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા હવે આ સમગ્ર મામલો કુલપતિએ પોતાના હસ્તક રાખ્યો છે અને આગામી ઈડીએસીની બેઠકમાં વધુ ચર્ચા કરી નિર્ણય લેવાશે. અમરેલીની કોલેજનું કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોને ભલામણો શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...