તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Ancient Garbis Will Also Be Closed For The First Time In Rajkot, Only Aarti Will Be Performed To Preserve The Auspiciousness

નવરાત્રિ:રાજકોટમાં પ્રાચીન ગરબીઓ પણ પ્રથમ વખત બંધ રહેશે, શુકન સાચવવા માત્ર આરતી કરાશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પ્રાચીન ગરબીના આયોજકોએ કહ્યું, ગરબી જોવા હજારો લોકો આવે તો સંક્રમણ વધશે, લોકોની સુરક્ષા કેન્દ્રસ્થાને છે

અર્વાચીન રાસોત્સવના આયોજકોએ નવરાત્રી નહીં કરવાનો નિર્ણય લીધા બાદ હવે રાજકોટની પ્રાચીન ગરબીના આયોજકો પણ ગરબી નહીં યોજનાનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં મુખ્ય પ્રાચીન ગરબીઓ છે જેમાંથી કેટલીક 10 વર્ષથી ચાલી રહી છે તો કેટલીક 100 વર્ષથી ચાલે છે. આટલા વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટની ગરબીઓ બંધ રહેશે. ગરબીના આયોજકોએ પણ કહ્યું કે, અત્યારની પરિસ્થિતિ સંયમ રાખવાની છે તો જ સંક્રમિત થતા બચી શકીશું. ગરબીનું આયોજન કરીએ તો લોકો એકઠા થાય અને સંક્રમણ વધે તેથી આ વર્ષે ગરબી નહીં કરીએ. ગરબીમાં નાની બાળાઓ હોવાથી આયોજકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગરુડઃ આઝાદી પહેલાં સ્થપાયેલી ગરુડની ગરબી આ વર્ષે નહીં યોજાય. અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે એટલે આ વર્ષે ગરબીનું આયોજન નહીં કરીએ. > અજયભાઈ ભટ્ટી, મંડળના સભ્ય
પવનપુત્રઃ 1977માં શરૂ થયેલી સોરઠિયાવાડી સર્કલે યોજાતી પવનપુત્ર ગરબી આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે નહીં યોજીએ. - રઘુભાઈ બોળિયા, સંચાલક
કરણપરાઃ 1987માં શરૂ કરાયેલી કરણપરાની ગરબીમાં એક સમયે એકસાથે 90 બાળા રાસે રમતી. આ વર્ષે ગરબી નહીં કરીએ. - કિરીટભાઈ પાંધી, આયોજક સભ્ય
આશાપુરા મંદિરઃ 1935માં સ્થાપના થઇ. અત્યારની સ્થિતિ જોતા નાની-નાની બાળાઓ સામે જોખમ લઇ શકાય નહીં એટલે અમે ગરબી તો નહીં કરીએ પરંતુ મંદિરના સભ્યો શુકન સાચવવા માતાજીના ગરબા ગઈ નવરાત્રી મનાવીશું. - યજ્ઞેશભાઈ, આશાપુરા મંદિર
જંક્શનઃ 1971માં સ્થપાયેલી ન્યૂ ગરબી મંડળને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા હોય ગયા વર્ષે જ રંગારંગ ઉજવણીની તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબીનું આયોજન અને ઉજવણી મોકૂફ રાખી છે. - અશ્વિનભાઈ સેદાણી, ગરબી મંડળના સભ્ય

અન્ય સમાચારો પણ છે...