તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આમ્રપાલી બ્રિજ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થશે, 40 હજાર વાહનચાલકોને લાભ થશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અન્ડરબ્રિજ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. - Divya Bhaskar
અન્ડરબ્રિજ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે.

આમ્રપાલી ફાટકે દિવસમાં 15થી વધુ વખત ફાટક બંધ થવાને લીધે ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. ટ્રાફિક સમસ્યા નિવારવા અને શહેરને ફાટકમુક્ત કરવાના હેતુથી અહીં અન્ડરબ્રિજ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા આમ્રપાલી અન્ડરબ્રિજની કામગીરી પુરજોશમાં કરાવી રહ્યું છે. લોકડાઉનમાં બે મહિના કામગીરી બંધ રહ્યા બાદ હવે બ્રિજ નિર્માણનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું છે કે આ અન્ડરબ્રિજની કામગીરી અગાઉ મે-2021માં પૂર્ણ થવાનો ટાર્ગેટ હતો, પરંતુ હવે કામગીરી ઝડપી કરતા અમે ત્રણ મહિના વહેલું એટલે કે ફેબ્રુઆરી-2021 સુધીમાં આમ્રપાલી અન્ડરબ્રિજનું કામ પૂરું કરી દઇશું. શહેરના આમ્રપાલી અન્ડરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ અહીંથી પસાર થતા રોજના 40 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ જશે.

22.61 કરોડના ખર્ચે આમ્રપાલી અન્ડરબ્રિજ બનશે.
377.21 મીટર બ્રિજની કુલ લંબાઈ છે.
179.96 મીટર રૈયારોડ તરફ અન્ડરબ્રિજની લંબાઈ છે.
150.75 મીટર કિસાનપરા ચોકથી અન્ડરબ્રિજની લંબાઈ છે.
6.75 મીટર બંને બાજુ બ્રિજની પહોળાઈ છે.

અન્ય સમાચારો પણ છે...