તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આતુરતાપૂર્વક જેની રાહ હતી તે રસી રાજકોટ પહોંચી ગઈ છે. 7 વાગ્યે ફ્લાઈટ આવી, 7:32 કલાકે ફ્લેગ ઓફ કરાયું, 7:34 મિનિટે એરપોર્ટની બહાર નીકળી અને માત્ર 4 મિનિટમાં જ વેક્સીન સ્ટોરમાં જથ્થો પહોંચાડી દેવાયો. એરપોર્ટ પર દેશભક્તિની થીમ પર શણગાર કરાયો હતો અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના ગીતોથી ગુંજી ઊઠ્યો હતો.
વેકસીન સ્ટોરમાં રસીની આરતી ઉતારી જથ્થો વોક ઈન કુલરમાં રખાયો હતો. વેકેસીન આવતા જ અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ, તબીબોમાં ગજબની ઉત્તેજના જોવા મળી હતી. નવો પત્ર આવતા જથ્થાની ફાળવણીમાં ફેરબદલ કરી બધા વિભાગોને વધુ જથ્થો અપાયો હતો. જ્યારે માત્ર 540 ડોઝનો જથ્થો વેકસીન સ્ટોરમાં રખાયો છે.
ફાર્માસિસ્ટ રજનીકાંત ડોબરિયાએ કહ્યું હતું કે, ગાંધીનગર સાથે સતત સંપર્કમાં રહીને વેક્સિન ક્યારે આવશે તેનો ઈંતેજાર કરતા હતા. આખરે 13મીએ વેક્સિન આવે છે તે કન્ફર્મેશન મળતા બધા લોકોમાં અદમ્ય ઉત્સાહ આવી ગયો. રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર ડો.રૂપાલી મહેતાના માર્ગદર્શન હેઠળ દેશભક્તિની થીમ પર વેક્સિન સ્ટોર, વાન અને એરપોર્ટ પર શણગાર અને સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. મને ઓથોરાઈઝેશન અપાયું છે. બે ડોક્યુમેન્ટ પર સહી અને આધારકાર્ડ આપીને આખરે જથ્થો હસ્તગત કર્યો તે અનુભવ અવિસ્મરણીય રહ્યો. ત્યાં આરતી કરીને જથ્થો વેક્સિન વાન મારફત વેક્સિન સ્ટોર લઈ આવ્યા અને ત્યાં પણ પૂજા વિધિ કરીને વોક ઈન કૂલરમાં જથ્થો મૂક્યો. કોવિશિલ્ડ વેક્સિનની એક વાયેલ (શીશી)માં 10 ડોઝ છે એટલે કે 77000 ડોઝ માટે 7700 વાયેલ આવ્યા અને તેના માટે 7 બોક્સ હતા.
ફ્રીઝ ખુલ્લું રહી જશે તો એલર્ટ મેસેજ જશે
મનપાને કોવિડ વેક્સિનના 18170 ડોઝ અને જિલ્લા પંચાયતને 10000 ડોઝ મળ્યા છે. મનપાએ મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે વેક્સિન સેન્ટર બનાવ્યું છે તથા જિલ્લા પંચાયતે જિલ્લામાં પાંચ સ્થળો પર વેક્સિન મોકલી આપ્યા છે. જે ફ્રીઝમાં વેક્સીન રખાઈ છે તે ભુલથી પણ ખુલ્લુ રહી જાય તો તરત જ વેક્સિનેશન ઓફિસરથી લઇ આરોગ્ય અધિકારી સુધીના મોબાઇલ પર એલર્ટ મેસેજ મળશે.
દસ સ્થળ પર 100-100 ડોઝની ફાળવણી કરાશે
શનિવારે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવાનું શરૂ થશે. જેના પગલે મનપા તમામ દસ વેક્સિનેશન સેન્ટર પર 100-100 ડોઝ મોકલશે.
કાલે હેલ્થ વર્કરને વેક્સિન માટે મેસેજ કરાશે
કોવિડ વેક્સિનેશન માટે કોવીન સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેરમાં રાજકોટ શહેરમાં કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓ તેમજ ડોર ટુ ડોર સરવેમાં નોંધાયેલાના નામ, મોબાઇલ નંબર સહિતનો ડેટા અપલોડ કરાયો છે. શનિવારથી વેક્સિનેશન શરૂ થશે, હેલ્થ કેર વર્કર્સને 15 જાન્યુઆરીએ ક્યા સ્થળે વેકસીનેશન માટે જવાનું છે તેનો મોબાઇલ પર મેસેજ મોકલાશે.
રસી મુકાવ્યા બાદ 30% લોકોને તાવ આવી શકે જે સામાન્ય બાબત છે એટલે ડરવું નહીં
પ્રશ્ન : 1 કોવિશિલ્ડ વેક્સિન શું છે તેનો પ્રકાર ક્યો ?
ઉત્તર : કોવિશિલ્ડ વાઈરલ વેક્ટર વેક્સિન છે. જેમાં રસી લેનાર વ્યક્તિના કોષમાં રસી જિનેટિક સૂચના થકી વાઈરસ વેક્ટરની મદદથી કોરોના વાઇરસના સ્પાઈક પ્રોટીનનો એન્ટિજન બનાવાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે.
પ્રશ્ન -2 : રસી શરીરમાં જઈને કઈ રીતે કામ કરશે, ક્યારે કરશે?
ઉત્તર : રસી શરીરમાં જઈને ઈમ્યુન સિસ્ટમને સિમ્યુલેટ કરે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે જેથી એન્ટિબોડી બને છે. કોવિશિલ્ડના પ્રથમ ડોઝ લીધાના 14 દિવસ બાદથી એન્ટિબોડી બનવાની શરૂઆત થાય છે અને બંને ડોઝ લીધા બાદના 14 દિવસમાં એન્ટિબોડી બની ચૂક્યા હોય છે જેથી ત્યારબાદ કોરોનાનો વાઇરસ આવે તો શરીર તૈયાર રહે છે.
પ્રશ્ન 3 : નવા આવેલા યુ.કે. સ્ટ્રેન સામે આ વેક્સિન સુરક્ષા આપશે?
ઉત્તર : હા, યુ.કે.ના જે નવા સ્ટ્રેનની વાત થઈ રહી છે તેમાં પણ આ રસી કામ કરશે કારણ કે, રસીથી બનતા એન્ટિબોડીઝ વાઇરસના સ્પાઈક પ્રોટીન ઘણા બધા ભાગ પર અસર કરે છે તેથી થોડું ઘણું મ્યુટેશન તેમાં બાધારૂપ થશે નહીં.
પ્રશ્ન 4 : રસી મુકાવ્યા બાદ કેવા સાઈડ ઈફેક્ટ આવી શકે?
ઉત્તર : બીજી વેક્સિનમાં જે રીતે સાઈડ ઈફેક્ટ હોય તેવી જ જોવા મળે, જેમ કે સિરીંજ લાગી હોય ત્યાં દુખાવો અથવા સોજા, નબળાઈ, ઊલટી, તાવ આવી શકે છે. જેટલા લોકો રસી લે તેમાંથી 30 ટકાને તાવ આવી શકે છે જે સામાન્ય બાબત છે અને ડરવાની જરૂર નથી, માત્ર પેરાસિટામોલ લેવાની હોય છે.
પ્રશ્ન 5 : આ રસી પર રિસર્ચ થયું છે? તે કેટલી સફળ છે?
ઉત્તર : આ રસીનું પરીક્ષણ યુ.કે., બ્રાઝિલ સહિતના દેશના 23848 લોકો પર પરીક્ષણ થયું છે. જેમાં તેની 70.4 ટકા એફિકેસી એટલે કે 70 ટકા લોકોમાં કારગત નિવડી છે. ઈમરજન્સી યુઝમાં 50 ટકાથી વધુ એફિકેસી હોય તો તેને પણ વૈશ્વિક સંસ્થા મંજૂરી આપે છે તેના કરતા આ રસી વધુ કારગત છે.
પ્રશ્ન 6 : ક્યા લોકો રસી મુકાવી શકે ? રસી બાદ શું ધ્યાન રાખવું?
ઉત્તર : 18 વર્ષથી વધુની વયની કોઇપણ વ્યક્તિ રસી મુકાવી છે. હા, જે લોકોને દવાની, ખોરાકની કે પછી અન્ય કોઇ એલર્જી છે તેઓએ પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી અને પછી જ રસી મુકાવી જોઈએ. રસી બાદ જમવામાં તફાવત રાખવાનો નથી.
નવા હુકમ મુજબ ફાળવાયેલો જથ્થો
રાજકોટ મનપા | 18170 |
રાજકોટ જિ.પંચાયત | 10000 |
જામનગર જિ.પંચાયત | 6010 |
જામનગર મનપા | 9700 |
દ્વારકા જિ. પંચાયત | 4700 |
પોરબંદર જિ. પંચાયત | 4370 |
મોરબી જિ. પંચાયત | 5340 |
કચ્છ જિ. પંચાયત | 18170 |
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.