તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:રાજકોટમાં એઇમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પૂરો કરી દેવામાં આવશે, કેબિનેટની મંજૂરી બાદ જમીન સોંપાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરાપીપળિયાની જગ્યા ફાળવ્યા બાદ હવે તેને કેબિનેટની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે - ફાઇલ તસવીર

રાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલનો પ્રોજેક્ટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે ત્યારે ખંઢેરીની જમીન ઢાળવાળી હોય અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા હોવાથી તેની જગ્યાએ પરાપીપળિયાની જગ્યા ફાળવ્યા બાદ હવે તેને કેબિનેટની મંજૂરી મળે તેની વાટ જોવાઇ રહી છે. આ પ્રોજેક્ટ દોઢ વર્ષમાં એટલે કે 2021ના અંત પૂર્વે પૂરો કરાશે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એઇમ્સ માટે ખંઢેરીની જગ્યા ફાળવી હતી તે ટેક્નિકલ કારણોસર પરત લઇ લીધા બાદ પરાપીપળિયામાં 40 એકર જમીન ફાળવવામાં આવી છે.  

કમ્પાઉન્ડ વોલનું બાંધકામ ચાલી રહ્યું છું
પરાપીપળિયાની જમીનમાં ચારેક જેટલા ખેતીવિષયક દબાણો હતા જે દૂર કરાયા છે. તેમજ વીજલાઇનનું શિફ્ટિંગનું કામ પણ પૂરું થઇ ગયું છે. જ્યારે હવે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ ચાલી રહ્યું છે જે કામગીરી એચઆઇટીઇએસ કરી રહી છે. જે પૂરું થયા બાદ અને કેબિનેટની મંજૂરી આવી ગયા બાદ રૂડામાં પ્લાન પાસ કરાવી એસએસસીએલ એઇમ્સના બિલ્ડિંગ બાંધકામની કામગીરી શરૂ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો