ક્રાઇમ:બાળક પાસે અધમ કૃત્ય કરાવનાર પ્રૌઢ અગાઉ પાસામાં ધકેલાયો હતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા પ્રૌઢે બાળકને આજી ડેમે લઇ જઇ ધમકાવી કૃત્ય કરાવ્યું’તું, ત્રણ સંતાનના પિતાનું ભૂલ થયાનું રટણ

શહેરના ખોડિયારનગર વિસ્તારના 10 વર્ષના બાળકને દર્શન કરવાના બહાને આજી ડેમ વિસ્તારમાં લઇ જઇ તેના પરિચિત પ્રૌઢે બાળક પાસે અધમ કૃત્ય કરાવ્યું હતું, બાળક પાસે અપકૃત્ય કરાવનાર પ્રૌઢ અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને પાસામાં પણ ધકેલાયો હતો.

ખોડિયારનગરનો 10 વર્ષનો બાળક રવિવારે બપોરે મિત્રો સાથે ક્રિકેટ રમીને ઘરે જતો હતો ત્યારે તેનો પરિચિત કેશુ દાના પરમાર (ઉ.વ.52) બાઇક લઇને તેની પાસે ગયો હતો અને ચાલ આજી ડેમે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા લઇ જાવ, બાળક બાઇકની પાછળ બેસી જતાં કેશુ તેને આજી ડેમે લઇ ગયો હતો અને મેલડી માતાજીના મંદિરે દર્શન કરાવ્યા બાદ ટેકરી પર આવેલી દરગાહ પાછળ લઇ ગયો હતો અને ત્યાં બાળકને ધમકાવી તેની પાસે અધમ કૃત્ય કરાવ્યું હતું.

બાળક પાસે કૃત્ય કરાવાતું હતું તે વખતે બે યુવકોનું ધ્યાન પડતા બંનેએ કેશુ પરમારને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. થોરાળા પોલીસે જણાવ્યું હતું કે, કેશુ એક પુત્ર અને બે પુત્રીનો પિતા છે અને અગાઉ તેની સામે દારૂ અંગેના ગુના નોંધાયા હતા અને તેને પાસા હેઠળ જેલહવાલે પણ કરવામાં આવ્યો હતો. પોલીસ સકંજામાં રહેલા ત્રણ સંતાનના પિતા કેશુ પરમારે પોતાનાથી ભૂલ થઇ ગયાનું રટણ રટ્યું હતું, જોકે આ નરાધમ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. આ પ્રૌઢ અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...