અગ્નિસ્નાન:પત્નીનું કોરાનાથી મૃત્યુ થતાં પ્રૌઢે અગ્નિસ્નાન કરી લીધું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના જામનગર રોડ પરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા બહુમાળી ભવનના નિવૃત્ત પટાવાળાએ અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. બજરંગવાડીમાં રહેતા હસમુખભાઇ લવજીભાઇ ચાવડા (ઉ.વ.66)એ પોતાના ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હસમુખભાઇ અગાઉ બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. ત્રણ મહિના પૂર્વે તેમના પત્નીનું કોરાનાથી અવસાન થયું હતું. પુત્ર અને પુત્રવધૂ ભરૂચ રહે છે, પત્નીના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા હોય કંટાળીને હસમુખભાઇએ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...