તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફૂટપાથ પર પ્રૌઢ દૂર ન સુતા તેને પથ્થર મારી પતાવી દીધા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબેડકર સર્કલ નજીક થયેલી હત્યાના આરોપીની ધરપકડ
  • આરોપી લુણીવાવનો શખ્સ રાજકોટમાં રખડું જીવન જીવતો’તો

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર સર્કલ નજીક શનિવારે રાત્રે ફૂટપાથ પર સૂતેલા પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર લુણીવાવના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ફૂટપાથ પર સૂતેલા પ્રૌઢને દૂર સુવાનું કહેતા તે નહીં હટતાં પથ્થર મારી પતાવી દીધાની આરોપીએ કબૂલાત આપી હતી.

આંબેડકર સર્કલ નજીક પર્લ હોસ્પિટલ પાસે શનિવારે રાત્રે જૂની મેંગણીના દિનેશભાઇ ઉર્ફે જેનાભાઇ પોપટભાઇ સરમાળી (ઉ.વ.45)ની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. દિનેશભાઇની પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી બનાવ અંગે મૃતક દિનેશભાઇના ભાણેજ ખોડિયારનગરમાં રહેતા કાંતિભાઇ રવજીભાઇ મકવાણાની ફરિયાદ પરથી પોલીસે ગોંડલના લુણીવાવના જયંતી ભીખુ જોટાણિયા સામે હત્યાનો ગુનો નોંધી જયંતીની ધરપકડ કરી હતી.

બનાવ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણે જણાવ્યું હતું કે, જૂની મેંગણીના દિનેશભાઇ સરમાળી વર્ષોથી તેના પરિવારથી દૂર રાજકોટમાં રખડું જીવન જીવતા હતા અને ફૂટપાથ પર સૂઇ રહેતા હતા. જ્યારે આરોપી લુણીવાવનો જયંતી જોટાણિયા પણ પોતાનું ગામ છોડી રાજકોટમાં રખડું જીવન જીવતો હતો અને છૂટક કડિયાકામ કરી ફૂટપાથ પર સૂઇ રહેતો હતો.

શનિવારે રાત્રે દિનેશભાઇ પર્લ હોસ્પિટલ નજીક ફૂટપાથ પર સુતા હતા ત્યારે આરોપી જયંતી ત્યાંથી ચાલીને પસાર થયો હતો અને તેણે દિનેશભાઇને દૂર સુવાનું કહેતા દિનેશભાઇએ તેને દૂર જતા રહેવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને બાજુમાં પડેલો પથ્થર ઉઠાવી દિનેશભાઇને પથ્થરના ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કરી જયંતી નાસી ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. સોમવારે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...