ભેદ ઉકેલાયો:રાજકોટમાં 3 વર્ષ પૂર્વે 62 લાખથી વધુ છેતરપિંડી કરી કરનાર આરોપી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં સુરતના વેપારી સાથે છેતરપિંડી કરી હતી
  • ભક્તિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ હુડકો પોલીસ ચોકી નજીક ભવાની કલેકશન નામની દુકાન ધરાવતાં અને વર્ષ 2017માં સુરતના વેપારી સાથે રુપીયા 62 લાખ 56 હજારની છેતરપીંડી કરી નાસતા ફરતા આરોપી વિમલ હરી ગણાત્રાને ભકિતનગર પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2017માં સુરતના વેપારી સાથે છેતરપિંડી કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ આરોપી વર્ષ 2017માં સુરતનાં વેપારી પાસે સાડીનું જોબવર્ક કરાવી તેની મજુરીનાં કુલ નવ ચેક રૂપિયા 17,80,000 આપેલ હતા અને 40,17,00 જેવી રકમ બાકી રાખેલ હતી. ઉપરાંત ફરિયાદીને આપેલ ચેક પણ બાઉન્સ થતા કાપોદ્રા પોલીસ મથકમાં આરોપી વિરુધ્ધ 62 લાખ 56 હજારની છેતરપીંડી ફરિયાદ નોંધાઇ હતી.

ભક્તિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગઇકાલે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલી બાતમીનાં આધારે કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે ભવાની કલેકશન નામની દુકાન ધરાવતાં 43 વર્ષીય વિમલ હરી ગણાત્રા મળી આવેલ જેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.