તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડ મિટિંગમાં બોલાચાલી:સાયન્સ ફેકલ્ટીના ડીને ઠપકો આપતા એકેડેમિક ઓફિસર બેભાન થઇ ગયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ કરવા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ મિટિંગમાં બોલાચાલી
  • અધિકારીને તાકીદે હોસ્પિટલે ખસેડવા પડ્યા, સત્તાધીશો દોડી ગયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સાયન્સ ફેકલ્ટીની બોર્ડ મિટિંગ મળી હતી જેમાં અભ્યાસ સમિતિના બેઠકના પત્રો નિયમિત નહીં મળવા મુદ્દે સાયન્સ ફેકલ્ટીના ડીને ઠપકો આપતા એકેડેમિક ઓફિસર અચાનક બેભાન થઇ પડી જતા પરીક્ષા વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કુલપતિ અને ઉપકુલપતિને જાણ કરી હતી અને તાકીદે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. ગિરીશ ભીમાણીએ એકેડેમિક ઓફિસર સી.એમ કાનાબારને પત્રો મળવા મુદ્દે અને કામ બાબતે ઉગ્રતાથી ઠપકો આપતા બંને વચ્ચે મિટિંગ દરમિયાન અને અન્ય સભ્યોની હાજરીમાં બોલાચાલી થઇ હતી. બાદમાં એકેડેમિક ઓફિસર પોતાની ઓફિસમાં આવ્યા બાદ અચાનક બેભાન થઇ ગયા હતા. સત્તાધીશો તાકીદે દોડી આવ્યા બાદ 108 ઈમર્જન્સીમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબે સ્ટ્રેસને કારણે આવું થયું હોવાનું જણાવ્યું હતું.

યુનિવર્સિટીમાં મિટિંગ દરમિયાન અવારનવાર ક્યારેક અધ્યાપકો તો ક્યારેક સિન્ડિકેટ તો ક્યારેક તો કુલપતિ અને ઉપકુલપતિ વચ્ચે પણ બોલાચાલી થતી હોય છે. વિદ્યાના ધામમાં શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો આવી રીતે બેફામ ઝઘડે તે યુનિવર્સિટીને પણ શોભે નહીં તેવું પણ શિક્ષણવિદ્દો જણાવે છે.

આ સમગ્ર મામલે ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, બોર્ડના સભ્યોને અભ્યાસ સમિતિના પત્રો મળ્યા ન હતા તે બાબતે કાનાબારને પૂછ્યું હતું કે સભ્યોને પત્રો કેમ નથી મળ્યા. કામ ન થવા પાછળનું કારણ શું ? જવાબ આપો, તમે થોડું ધ્યાન રાખો અને નીચેના કર્મચારીઓ પાસેથી પણ કામ લો. એવી વાત થયા બાદ મિટિંગ પૂરી થઇ ગઈ અને હું જમવા ગયો ત્યાં યુનિવર્સિટીથી ફોન આવ્યો કે કાનાબારની તબિયત બગડી છે. તેમને હોસ્પિટલ ખસેડાયા અને ડોક્ટરે પણ કહ્યું કે, કાનાબારને સ્ટ્રેસને કારણે આવું થયું છે.

અન્ય સમાચારો પણ છે...