તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ભવાનીનગરની ત્યક્તાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રીજા માળેથી નીચે પટકાતાં 5 વર્ષના બાળકનું મોત
  • એરપોર્ટ ફાટક પાસે ગાય સાથે સ્કૂટર અથડાતાં આર્ટિસ્ટનું મોત

શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં શહેરમાં રહેતી ત્યક્તાએ અને પાનેલી ગામની યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે પાંચ વર્ષના બાળકનું ત્રીજા માળેથી નીચે પટકાતાં મોત નીપજ્યું છે.

રામનાથપરાના ભવાનીનગરમાં રહેતી દેવીબેન માવજીભાઇ રાઠોડ નામની મહિલાએ તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એ ડિવિઝન પોલીસમથકની તપાસમાં મૃતકને સંતાનમાં બે પુત્ર છે. તેમના બાર વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા બાદ તેઓ સંતાનો સાથે પિતા સાથે રહેતી હતી. દેવીબેને માનસિક બીમારીથી કંટાળીને પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે. અન્ય બનાવમાં ઉપલેટાના પાનેલી ગામે રહેતી કિરણ મુકેશભાઇ વિરમગામા નામની યુવતીએ છ દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.

બનાવ બાદ કિરણને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે નાનામવા રોડ, જીવરાજપાર્ક પાસે આવેલા અરિહંત એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા અશ્વિનભાઇ ભાયાણીનો પાંચ વર્ષનો પુત્ર વંશ ફ્લેટ પાસેથી ગેલેરીમાં રમતો હતો. ત્યારે રમતાં રમતાં અચાનક વંશ ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

માથામાં ગંભીર ઇજા થતાં મોત
ગુરુપ્રસાદ ચોક પાસે કડિયાનગરમાં રહેતા મ્યુઝિક આર્ટિસ્ટ પ્રવીણચંદ્ર ગીરધરલાલ કાચા તેમનું સ્કૂટર લઇને ગત રાત્રીના એરપોર્ટ ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રોડ પર અંધારું હોવાને કારણે ગાય નજરે નહિ પડતા વૃદ્ધનું સ્કૂટર ગાય સાથે અથડાયું હતું. જેને કારણે તેઓ સ્કૂટર પરથી ફંગોળાઇને રોડ પર પટકાતાં માથામાં તેમજ અન્ય શરીરના ભાગોએ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...