તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને કારણે ફ્લાઈટ સેવા પ્રભાવિત:હજુ 18 દી’ નવી એરલાઈન્સ કંપની ફ્લાઇટ શરૂ નહિ કરે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માત્ર એર ઇન્ડિયાની સેવા જ ચાલુ છે

કોરોનાને કારણે ફ્લાઈટ સેવા પ્રભાવિત થઇ છે. રાજકોટથી દિલ્હી,મુંબઈ અને બીજા શહેરમાં જવા માગતા મુસાફરોને ફરજિયાત પણે હાલ એર ઈન્ડિયાની સર્વિસથી જ કામ ચલાવવું પડશે. કારણ કે, 15 જુલાઇ સુધી અન્ય ખાનગી એરલાઈન્સે પોતાની સર્વિસ શરૂ કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. એક જ એરલાઇન્સની ફ્લાઇટ ફ્રીક્વન્સી હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે. મુંબઈ અને દિલ્હી જવા માટે સૌથી વધુ ધસારો જોવા મળે છે.

દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદ્રાબાદ જવા માટે અન્ય ખાનગી એરલાઇન્સની ફ્લાઇટ એક સપ્તાહ સુધી ઉડાન ભરી હતી અને ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવી જતા આ ફ્લાઇટ રદ કરવી પડી હતી. કોરોનાના કેસ કાબૂમાં આવતા ખાનગી એરલાઇન્સની કંપનીએ પહેલી જુલાઈથી ફ્લાઇટ શરૂ કરવા નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય પણ રદ કરાયો છે અને 15 જુલાઈ બાદ ફ્લાઈટ શરૂ કરવા નિર્ણય લીધો છે. હાલ રાજકોટ એરપોર્ટ પર એર ઈન્ડિયાની સપ્તાહમાં 4 દિવસ મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ રહેશે. લોકડાઉનને કારણે ફસાયેલા લોકો હાલ હવાઇ માર્ગે જઈ રહ્યા છે. એર ઈન્ડિયાની સપ્તાહમાં ચાર જ દિવસ ફ્લાઇટ હોવાને કારણે મુસાફરોના વેઇટિંગનું લિસ્ટ લાંબું છે.

અન્ય સમાચારો પણ છે...