દીક્ષા:સુખ-સાહ્યબી છોડી રાજકોટનો 18 વર્ષનો યુવાન 7 મેના રોજ દીક્ષા લેશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુખી-સંપન્ન પરિવારમાંથી આવતો 18 વર્ષીય નિસર્ગ દીક્ષા અંગિકાર કરશે. - Divya Bhaskar
સુખી-સંપન્ન પરિવારમાંથી આવતો 18 વર્ષીય નિસર્ગ દીક્ષા અંગિકાર કરશે.
  • થોડા વર્ષ પહેલા યુવાનનો પરિવાર વાંકાનેરથી રાજકોટ રહેવા આવી ગયો હતો

વાંકાનેરના વતની અને હાલ રાજકોટ રહેતા હિતેનભાઈ કાંતિલાલ શાહ અને વિભાબેન શાહને સંતાનમાં બે પુત્ર દેવેન અને નિસર્ગ છે. જેમાં 18 વર્ષીય નિસર્ગ સુખ સાહ્યબી ત્યાગી 7મેના રોજ દીક્ષા અંગિકાર કરશે. શાહ પરિવાર સુખી સાહ્યબીથી ભરપૂર પરિવાર છે. છતાં નિસર્ગે આ તમામ સુખ ત્યાગી સન્યાસી બની આગળની જિંદગી વિતાવશે.

થોડા વર્ષ પહેલા શાહ પરિવાર વાંકાનેરથી રાજકોટ આવ્યો હતો
શાહ પરિવારને થોડા વર્ષ પહેલા વાંકાનેર છોડીને રાજકોટ વસવાનું થયું હતું. હાલ શાહ પરિવાર રાજકોટનાં વર્ધમાનનગરમાં રહે છે. રાજકોટમાં આવ્યા બાદ નિસર્ગનું જીવન વધારેને વધારે ધર્મમય બનતું ગયું હતું. વર્ધમાનનગરમાં આવેલા સંભવનાથ દેરાસર જાણે તેનું બીજું ઘર બની ગયું હતું. માતા વિભાબેનની પ્રેરણાથી દરરોજ પરમાત્માની પૂજા, જિન વાણીનું શ્રવણ તેમજ બે સમય પ્રતિક્રમણ અને જિન શાસ્ત્રોનો અભ્યાસ એ નિસર્ગનો જીવનક્રમ બની ગયો હતો. ખૂબ જ ટૂંકા સમયમાં નિસર્ગે પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય આદિ અનેક ધર્મ ગ્રંથોના અભ્યાસ પૂર્ણ કર્યો.

2019માં આચાર્યદેવના વ્યાખ્યાનો સાંભળી મન બદલ્યું
એવામાં વર્ષ 2019માં વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. આચાર્યદેવ હર્ષશીલ સૂરી મ.સા.નું ચોમાસામાં આગમન થયું હતું. તેમાં જાણે કે નિસર્ગને જીવનનો ધ્યેય મળી ગયો અને આચાર્યદેવનાં વ્યાખ્યાનોની નિસર્ગનાં મન પર ઊંડી અસર થવા લાગી અને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ નિસર્ગનો સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો ગયો અને તેનું મન સંયમ લેવા પ્રત્યે ઢળવા લાગ્યું. કોરોનાકાળમાં નિસર્ગનો વધારેને વધારે પ્રભુ મહાવીરનાં બતાવેલા રાહ પર ચાલવાનો નિશ્ચિય દ્રઢ બનતો ગયો. નિત્ય સેવા પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મમય જીવન વિતવા લાગ્યું. આખરે સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 18 વર્ષની યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરના કઠોરતમ ત્યાગ માર્ગે સંયમ અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર તેણે તેના માતા પિતા સમક્ષ જાહેર કર્યો હતો. જેનો માતા-પિતા દ્વારા ખુશીથી સ્વીકાર કરવામાં આવ્યો હતો.