તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના તહેવારનો ઝગમગાટ શહેરમાં જોવા મળી રહ્યો છે, ઘરે ઘરે અવનવી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે, પરંતુ શહેરના સાધુવાસવાણી રોડ પર આદિત્ય હાઇટ્સના એ ટાવરમાં બનાવવામાં આવેલી રંગોળીએ ભારે આકર્ષણ જગાવ્યું છે. ત્યારે રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલ આદિત્ય હાઇટ્સની 15 બહેનોએ ચાર દિવસ દરરોજના 8 કલાક સુધી જહેમત ઉઠાવીને 60 કિલો કલરની 12 ફૂટ ડાયામીટરની ગાલીચો રંગોળી બનાવી
હેલીબેન કોટડિયા નામની મહિલાને આ રંગોળી બનાવવાનો વિચાર આવ્યો
આદિત્ય હાઇટ્સમાં રહેતા હેલીબેન કોટડિયાને વિચાર આવ્યો કે, કોરોનાના સમયમાં લોકો હતાશા અનુભવી રહ્યા છે ત્યારે એવી રંગોળી બનાવી કે જેને જોઇને લોકોને નવો ઉત્સાહ અને જોમ આવે, હેલીબેનના આ વિચારને એપાર્ટમેન્ટમાં રહેતા નિપાબેન હાંસલિયા, ખુશ્બુબેન ભારડિયા, જિયાબેન પટેલ, હીરબેન સીતાપરા અને હીનાબેન ચાંગેલા સહિત 15 બહેનોએ વધાવી લીધો, આ બહેનોએ સતત ચાર દિવસ દરરોજના 8 કલાક સુધી જહેમત ઉઠાવીને 60 કિલો કલરની 12 ફૂટ ડાયામીટરની ગાલીચો રંગોળી બનાવી, જ્યારે આ રંગોળી તૈયાર થઇ ત્યારે ત્યાંથી પસાર થતાં લોકોની આંખ ચાર થઇ જતી હતી.
181 અભયમ દ્વારા રંગોળી બનાવી બાળકી પર થતા દુષ્કર્મ પર મેસેજ આપ્યો
181 અભયમ ટીમના તૃપ્તીબેન પટેલે રંગોળી બનાવી એક બાળકી પર થતા દુષ્કર્મ પર મેસેજ આપ્યો છે. જેમાં તૃપ્તીબેને જણાવ્યું હતું કે, ઘરેલું હિસાના બનાવમાં 181 ટીમ દ્વાર મદદ કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રંગોળી બનાવવામાં આવી છે. જેમાં નાની બાળકી સાથે થતા જાતીય શોષણ અંગે લોકો જાગૃત બને અને વધતા કેસોને અટકાવી શકાય તેવા હેતુથી લોકો સુધી સંદેશો પહોંચે તેવો મેસેજ રંગોળી આપવામાં આવ્યો છે
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.