તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:10 ટકા કમિશને વધુ 90 લાખની રદ થયેલી નોટ વટાવવાની પેરવીમાં હતા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 36 લાખની નોટ વટાવનાર ત્રણ શખ્સે પોલીસને આપી કબૂલાત
 • રદ થયેલી નોટ વિસામણના શખ્સે આપી’તી: RBIમાં સેટિંગ છે તેવા મેહુલે બણગા ફૂંક્યા’તા

શહેર પોલીસે શનિવારે ત્રણ શખ્સને રદ થયેલી રૂ.500ની 36 લાખની નોટ સાથે ઝડપી લીધા હતા. રદ થયેલી નોટનો જથ્થો વિસામણના વિશાલ પટેલે આપ્યાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, 35 લાખની નોટ વટાવાઇ જાય તો વધુ 90 લાખની નોટ પણ વટાવવાની પેરવી આરોપીઓએ કરી હતી, પોલીસે વધુ 90 લાખની નોટ આરોપીઓ પાસે છે કે કેમ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી.

આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક નજીક ત્રણ શખ્સ રદ થયેલી રૂ.500ની નોટના જથ્થા સાથે હોવાની માહિતી મળતાં શનિવારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ ધાંધલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે રામપાર્કમાં રહેતા હરેશ જેશંગ ચાવડા (ઉ.વ.43), દિલીપ બાઘા ચાવડા (ઉ.વ.30) અને વાવડીમાં આકાર હાઇટ્સમાં રહેતા મેહુલ ઉર્ફે મૌલિક લાલજી બાબરિયા (ઉ.વ.31)ને સકંજામાં લઇ તલાશી લેતા આરોપીઓ પાસેથી રૂ.36 લાખની રદ થયેલી નોટ મળી આવી હતી. હરેશ ચાવડાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, વિસામણના વિશાલ પટેલે પાંચ દિવસ પહેલા જ રદ થયેલી રૂ.500ની 36 લાખની નોટ વટાવવા માટે આપી હતી અને જો રદ થયેલી નોટ વટાવાઇ જાય તો વિશાલ 3 ટકા કમિશન આપવાનો હતો.

હરેશ ચાવડાએ પોતાની પાસે 36 લાખની રદ થયેલી નોટ આવતા તેના મિત્ર મેહુલ ચાવડાને વાત કરી હતી, મેહુલ બાબરિયાએ હરેશને કહ્યું હતું કે, તેના સારા કોન્ટેક્ટ છે અને આરબીઆઇમાં સેટિંગ થઇ જશે તમામ નોટ વટાવાઇ જશે, હરેશે નોટ વટાવી આપવાના બદલામાં 10 ટકા કમિશન મેહુલને આપવાનું નક્કી કર્યું હતું. હરેશે એવી પણ વાત કરી હતી કે, 36 લાખની નોટ વટાવાઇ જાય તો તેની પાસે વધુ 90 લાખની નોટનું કામ આવે તેમ છે તો તાકીદે 90 લાખની નોટ પણ વટાવવાની રહેશે. વિશાલ પટેલનું નામ ખૂલતાં ક્રાઇમ બ્રાંચની ટીમ વિસામણ દોડી ગઇ હતી પરંતુ સાથીદારો ઝડપાઇ ગયાની જાણ થતાં વિશાલ પટેલે પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

આરબીઆઇ અને ઇન્કમટેક્સને જાણ કરાશે
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, 2016માં નોટબંધી લાગુ પડી ત્યારથી રૂ.500 અને રૂ.1000ના દરની નોટ ચલણમાંથી હટી ગઇ હતી. ચાર વર્ષ વીતી જવા છતાં 35 લાખની રદ થયેલી 500ની નોટ મળી આવતા આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો