તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તા.26ના ગુરુવારે રાત્રીના સમયે આગ ભભૂકી ઊઠી હતી. જેમાં આઈસીયુમાં દાખલ થયેલા 3 કોરોનાના દર્દી સ્થળ પર જ ભડથું થઈ ગયા હતા બે સારવાર માટે લઈ જવાયા પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો હતો. જ્યારે એક દર્દીનું રવિવારે સારવાર દરમિયાત મોત નીપજ્યું છે. આ સાથે બેદરકારીને કારણે વિકરાળ બનેલી આગમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી ત્યારે તેમાં 11 દર્દી દાખલ હતા જે પૈકી 5ના બનાવ સમયે જ મોત નીપજ્યા હતા.
બાકીના દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા તે પૈકીના ગંભીર રીતે દાઝી ગયેલા તેમજ કોરોનાની સામે લડી રહેલા થાવરભાઈ મહેશ્વરી નામના 66 વર્ષના વૃદ્ધનું રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેઓ કચ્છના રહેવાસી હતા અને સારવાર માટે રાજકોટ લવાયા હતા. જે રાત્રીના આગ લાગી ત્યારે તેમને વેન્ટિલેટર પર મૂકવા માટેની વિચારણા ચાલી રહી હતી. આગ બાદ તેમને આયુષ કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને બાદમાં ગોકુલ હોસ્પિટલમાં આઈસીયુમાં રખાયા હતા.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીઓ દાખલ હતા તે સમયે આગ લાગી હતી. હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતું પણ હોસ્પિટલના સંચાલકોએ કોઇ સ્ટાફને યોગ્ય તાલીમ આપી ન હતી તેમજ આઈસીયુનો ઈમરજન્સી ગેટ પણ બંધ જ રાખ્યો હતો. આ કારણે આગ પર કાબૂ મેળવવામાં તેમજ યોગ્ય રીતે દર્દીઓને બહાર કાઢી શકાયા નહીં અને ફાયરબ્રિગેડને ફોન થયો ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હોસ્પિટલના સંચાલકોએ ફાયરની તાલીમ તેમજ ઈમરજન્સી ગેટ મામલે દાખવેલી બેદરકારીને કારણે આ આગ વકરી હોવાનું સાબિત થતા પાંચ તબીબ પર કલમ 304(અ) મુજબની હળવી કલમ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે જ્યારે આગ કેમ લાગી તે માટે હજુ એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
તંત્ર આ મોત કોરોનામાં અને હોસ્પિટલ આગમાં નહિ ગણવા દે
આગ અને કોરોના બંનેથી દાઝેલા થાવરભાઈનું અગ્નિકાંડમાં મોત નથી થયું તે માટે હોસ્પિટલ આગળ આવી છે. હોસ્પિટલના સંચાલકો કહે છે કે, તેમની તબિયત કોરોનાને કારણે ખૂબ બગડી હતી અને ફેફસાં કામ કરતા બંધ થયા હતા આગથી થોડા જ દાઝ્યા હતા કોરોના જ મોત પાછળ જવાબદાર છે. બીજી તરફ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા તેથી તંત્ર આ મોતને કોરોનામાં ગણાવી મૃતાંક વધારવા ઈચ્છતું નથી. જો આ મોત કોરોનામાં ખપાવાય તો અગ્નિકાંડમાં મોત નહીં ગણાય અને પોલીસ કાર્યવાહી પર તેની કોઇ અસર નહીં થાય.
તપાસને ટલ્લે ચડાવાના કારસા: સચિવ એ. કે. રાકેશ નિવેદનબાજી કરીને જતા રહ્યા, તપાસ ઠેરની ઠેર
સરકારે રાજકોટના ઉદય શિવાનંદ અગ્નિકાંડ માટે પંચાયત વિભાગના સચિવ એ. કે. રાકેશની નિયુક્તિ તપાસનીશ અધિકારી તરીકે કરી છે. ઘટના બાદ આવેલા સચિવે એફએસએલનો રિપોર્ટ બે જ દિવસમાં આવી જશે તેમ કહ્યું હતું પણ હજુ સુધી આ રિપોર્ટ જાહેર કરાયો જ નથી તેમજ તપાસના નામે નિવેદનબાજી કરીને ગાંધીનગર જતા રહ્યા બાદ આ મામલે કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી અને તપાસ ઠેરની ઠેર પડી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.