સૌ.યુનિ.નો 2610 લોકો પર સર્વે:71% માને છે દિવાળી સુધીમાં ત્રીજી લહેર આવી શકે, 63% ગ્રામ્ય લોકોએ કહ્યું- નવરાત્રિમાં માતાજીની પૂજા, અર્ચના, નિવેદ કરવાથી કોરોના નહીં આવે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરી વિસ્તારના 67% લોકોએ નવરાત્રિમાં થયેલી ભીડને કારણે કોરોના ફેલાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જૂનાગઢ, પોરબંદર, જામનગર, અમરેલી, દ્વારકા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાના 2610 લોકોને ત્રીજી લહેર બાબતે પ્રશ્ન પૂછીને સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં લોકોને દહેશત ત્રીજી લહેરની છે તે સ્પષ્ટ દેખાય છે. સર્વેમાં 71.10 ટકા લોકોએ ત્રીજી લહેર દિવાળી પહેલા કે દિવાળી પછી આવી શકે છે તેવું માની રહ્યાં છે.

2610 લોકોને પૂછવામાં આવેલા પ્રશ્નો
1. શું તમને લાગે છે કે ત્રીજી લહેર કોરોનાની આવશે?
આ પ્રશ્નના જવાબમાં 72% લોકોએ જણાવ્યું કે. ત્રીજી લહેર દિવાળી સુધીમાં કે દિવાળી પછી આવી શકે છે. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામોમાં કોરોનાના કેસ વધે છે એવું લોકોએ સ્વીકાર્યું છે. સાથે એ પણ કહ્યું કે કેસ ઓછા થયા એટલે લોકોમાં હવે ભય નહીં રહ્યો અને કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ થતું નથી. તંત્ર તરફથી પણ હવે રોકટોક રહી નથી માટે કોરોના વધશે એ વાસ્તવિકતા છે.

2. નવરાત્રિ લોકોએ આનંદથી ઉજવી હવે દિવાળી પણ ઉજવી શકાશે કોરોના નહીં આવે એવું માનો છો?
આ પ્રશ્નના જવાબમાં 63% ગ્રામ્ય પ્રજાએ જણાવ્યું હતું કે, માતાજીની પૂજા, અર્ચના કુટુંબ સાથે કરી છે, ભેળા નિવેદ પણ થયા છે માટે હવે કોરોના નહીં આવે જ્યારે શહેરી વિસ્તારના 67% લોકોએ નવરાત્રિમાં થયેલી ભીડને કારણે કોરોના ફેલાશે એવો ભય વ્યક્ત કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

3. કુદરત પર શ્રદ્ધા છે માટે તમને કોરોનાનો ભય નથી કે સાવધાની રાખો છો એટલે ભય નથી?
ગ્રામ્ય વિસ્તારના 63% લોકોને શ્રદ્ધા છે એટલે કોરોનાનો ભય હવે નથી રહ્યો અને જ્યારે શહેરી વિસ્તારના 54% લોકો એવું માને છે કે સાવધાની ખૂબ જ જરૂરી છે.

4. દિવાળીમાં લોકોએ સામૂહિક ઉજવણી કરવી જોઈએ કે ઘર પૂરતી સિમિત?
આ પ્રશ્નના જવાબમાં 65% લોકોએ જણાવ્યું હતું કે, ઘર પૂરતી ઉજવણી કરવી જોઇએ જ્યારે 35% લોકોને એવું લાગે છે કે હવે કોઈ કોરોના નથી ડરવાની જરૂર નથી. રંગેચંગે તહેવારો ઉજવવા જોઇએ.

5.તમારા મતે કોરોનાના કેસ વધતા દિવાળીના તહેવાર પર ફરવા જવું જોઈએ?
આ પ્રશ્નના જવાબમાં 45% એ જણાવ્યું કે બહાર ફરવા જવુ જોઇએ, જ્યારે બાકીનાએ કહ્યું કે, ઘરે પરિવાર સાથે ઉજવણી કરવી જોઇએ.

મનોવિજ્ઞાન ભવનની ફાઇલ તસવીર.
મનોવિજ્ઞાન ભવનની ફાઇલ તસવીર.

6 લોકોએ કોરોનાનો ભય ઓછો કર્યો એ વ્યાજબી છે?
આ પ્રશ્નના જવાબમાં 70 ટકાએ કહ્યું કે ભય મૂકી દીધો છે તેથી કેસ વધવાની બીક છે. 30 ટકાએ કહ્યું ભય રાખવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...