તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:દેશી દારૂના ધંધાર્થી પર તવાઇ, પોલીસે 31 શખ્સને ઝડપી લીધા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશીદારૂના ધંધાર્થી પર તૂટી પડવા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો અને તે મુજબ રવિવારે સવારે 6 વાગ્યે શહેરના પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા અને માલવિયાનગર પોલીસની ટીમો તેના વિસ્તારમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીઓ પર તૂટી પડી હતી. પ્ર.નગર પોલીસે તેના વિસ્તારમાંથી 37 લિટર દારૂ, અને 200 લિટર આથો જપ્ત કરી 8 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસે 29 લિટર દારૂ કબજે કરી 4 શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો, યુનિવર્સિટી પોલીસે 52 લિટર દારૂ પકડી 7 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. તાલુકા પોલીસે 44 લિટર દારૂ સાથે પાંચ શખ્સને ઝડપી લીધા હતા તેમજ માલવિયાનગર પોલીસે 62 લિટર દારૂ પકડી 7 શખ્સ સામે કાર્યવાહી કરી હતી. કુલ 31 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. અન્ય 42 સ્થળે પોલીસે રેડ કરી હતી પરંતુ ત્યાં કંઇ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી.

અન્ય સમાચારો પણ છે...