રોષ:કાપડના વેપારીઓએ અડધો દી’ બંધ પાળી GSTનો વિરોધ કર્યો

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 હજારથી વધુ વેપારીએ દુકાન બંધ રાખી દરના વધારાનો વિરોધ કર્યો, 5 કલાકમાં 30 કરોડનું ટર્નઓવર ખોરવાયું

કાપડ પર જીએસટીનો વધારાના દરના વિરોધમાં ગુરુવારે રાજકોટમાં 5 હજારથી વધુ વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અડધો દિવસ પોતાના વ્યાપાર ઉદ્યોગ બંધ રાખ્યા હતા જેને કારણે અંદાજિત 30 કરોડથી વધુ રકમનું ટર્નઓવર ખોરવાયું હતું. વેપારીઓએ શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો હતો.

સવારના સમયે કાપડની બધી દુકાનો બંધ રહેતા ખરીદી માટે આવતા લોકોને પરત ફરવું પડ્યું હતું. બપોર બાદ દુકાન ખુલ્લી રહેતા બજારમાં ખરીદી માટે લોકો આવ્યા હતા. આ ખરીદી સાંજ સુધી ચાલુ રહી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર આ વિરોધમાં રાજકોટના હોલસેલર, રિટેઇલર વગેરે જોડાયા હતાં.

તેમજ ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કોઠારિયા નાકા સહિત રાજકોટભરના વિસ્તારના વેપારીઓ જોડાયા હતા. સવારથી બપોર સુધી દુકાનો બંધ રાખી હતી. હાલ લગ્ન સિઝનની ખરીદી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...