તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Tested Without Sample To Show RTPCR Test Negative In 6 Districts Of The State, Wrote The Numbers Of 57 Different Health Workers Instead Of Mobile Numbers Of 3070 Patients.

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:6 જિલ્લામાં RT-PCR ટેસ્ટ નેગેટિવ બતાવવા સેમ્પલ વગર જ ટેસ્ટિંગ, ટાર્ગેટ પૂરા કરવા જુદા જુદા 57 કર્મીઓએ મોબાઇલ નંબર લખ્યા

રાજકોટ3 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા, ઇમરાન હોથી
 • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરે સેમ્પલના લિસ્ટમાંથી શંકાસ્પદ નામ અને નંબર અલગ તારવી એની અલગથી નાની યાદી બનાવી છે - Divya Bhaskar
દિવ્ય ભાસ્કરે સેમ્પલના લિસ્ટમાંથી શંકાસ્પદ નામ અને નંબર અલગ તારવી એની અલગથી નાની યાદી બનાવી છે
 • રાજકોટમાં દિવ્ય ભાસ્કરે લેબ ટેસ્ટનાં 60,000 નામોની યાદી મેળવી પ્રાથમિક દૃષ્ટિએ શંકાસ્પદ લાગતાં નામો અને નંબર પર સંપર્ક કરતાં કૌભાંડ બહાર આવ્યું
 • રાજકોટમાં 1073 સેમ્પલમાં 26 આરોગ્યકર્મીના મોબાઈલ નંબર અપાયા
 • અમદાવાદમાં માત્ર એક તાલુકાનાં 1857 સેમ્પલમાં 30 આશાવર્કરના નંબર અપાયા
 • મહેસાણાનાં 140 સેમ્પલમાં એક જ આરોગ્યકર્મીનો નંબર અપાયો
 • એક જ ડિજિટ, નામ-અટક અલગ પણ મોબાઈલ નંબર એકસરખા
 • ધોરાજીની મહિલાનો નંબર રાજ્યભરનાં 270 સેમ્પલમાં નોંધાયો

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ એકદમથી ઘટી જતાં દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારનાં અમુક આરોગ્ય કેન્દ્રો તેમજ ટેસ્ટિંગ વાનમાં સેમ્પલ લેવાતાં નથી, પણ સેમ્પલની કિટમાંથી ટ્યૂબ ખોલીને દર્દીના નાક અને ગળામાંથી નમૂના લીધા વગર સ્વેબ નાખી આડેધડ નામ લખી લેબમાં મોકલી દેવાય છે. આનાથી આળસુ કર્મચારીઓનો ટાર્ગેટ પૂરો થઈ જાય છે અને ટ્યૂબમાં કોઇ વ્યક્તિના સેમ્પલ જ ન હોવાથી રિપોર્ટ નેગેટિવ આવે છે.

વધુ નામોની યાદી
વધુ નામોની યાદી

આ ગેરરીતિ બહાર લાવવા ટીમે તા. 14 મેથી 3 જૂન સુધીના રાજકોટની લેબમાં થયેલા આરટી-પીસીઆર રિપોર્ટ મેળવ્યા હતા, જેમાં પ્રથમ નજરે જેમાં શંકા ગઈ હતી, એની અલગ યાદી બનાવી. આ તમામને ફોન કરતાં જાણવા મળ્યું હતું કે એમાંથી 150 સેમ્પલમાં આરોગ્યકર્મચારીના નંબર હતા. તેમને ફોન કરતાં જ કર્મી ઘાંઘા થઈ ગયા હતા અને ફોન કટ કરી દીધા હતા. ભાસ્કરે આરોગ્ય કેન્દ્રોમાંથી તે તમામ કર્મચારીઓનાં નામ મેળવી લીધાં હતાં.

વધુ નામોની યાદી
વધુ નામોની યાદી

એક જ નંબર 270 સેમ્પલમાં નોંધાયો
બીજા જિલ્લાઓમાં તપાસ કરવા રાજકોટ ઉપરાંત 60,000 સેમ્પલની યાદી ચકાસતાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. એક નંબર 270 કરતાં વધુ સેમ્પલમાં નોંધાયો હતો. દરેક નામ અને સરનામા અલગ છે જે નંબર ધોરાજીની મહિલાનો નીકળ્યો હતો. બધાં જ સેમ્પલ પર નજર કરતાં 1073 સેમ્પલમાં અલગ અલગ 26 નંબર નોંધાયેલા હતા. આ તમામ આરોગ્યકર્મચારીઓના ફોન નંબર નીકળ્યા છે. 90 નંબર ખોટા નીકળ્યા હતા, પણ તમામના રિપોર્ટ નેગેટિવ છે.

વધુ નામોની યાદી
વધુ નામોની યાદી

ટાર્ગેટ પૂરા કરવા ગતકડું
રાજકોટ સિવાયના જિલ્લામાં તપાસ કરતાં અમદાવાદમાં એક જ તાલુકાની તપાસમાં 1857 સેમ્પલમાં 30 આશાવર્કરના નંબર હતા. મહેસાણાના એક જ આરોગ્યકર્મીનો નંબર 140 સેમ્પલમાં લખેલો છે. ઘણા જિલ્લાઓમાં સેમ્પલ લેવાના ટાર્ગેટ પૂરા થઈ જાય અને રિપોર્ટ નેગેટિવ આવતાં પોઝિટિવ કેસ પણ ન આવે એ જ હેતુથી આ કૌભાંડ આચરાયું છે.

આ ત્રણ પદ્ધતિથી સમગ્ર કૌભાંડ આચરાયું
1. આડેધડ અને મનફાવે એવા અસ્તિત્વ ન હોય તેવાં નામ લખીને તેમાં આરોગ્યકર્મચારીના નંબર નાખી વીટીએમ ટ્યૂબમાં સેમ્પલ છે એવું કહી લેબમાં મોકલી દેવાયા
2. જેણે રસી લીધી છે તેમનાં નામે સેમ્પલ લેવાયાં, તેમના પરિવાર તરીકે આડેધડ નામ લખી તેમાં આરોગ્યકર્મીના નંબર લખાયા.
3. રસી લેવા આવેલા અથવા તો બીજા કામે આવેલા મજૂરોના નંબર અલગ અલગ નામોમાં સેમ્પલમાં નોંધી મોકલી દેવાયાં.

ખોટાં સેમ્પલ માટે જેમનાં નામ વપરાયાં તેમને ભાસ્કરે શોધી કાઢ્યા
તપાસમાં જોવા મળ્યું કે આરોગ્યકર્મીઓએ પરિવારના 4 સભ્યોના એકસાથે સેમ્પલ લઈ પોતાના નંબર નાખ્યા હતા. આ નામો ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ માટે બધા તાલુકામાં તપાસ કરતાં મોટા ભાગનાં નામો ખોટાં નીકળ્યાં હતાં. ચાર નામો મળી આવ્યાં, એ પૈકી વિનોદ ડોડિયા, મનસુખ ગુજરાતી તેમજ ધીરુ સતાણી સાથે વાત કરતાં તેમણે સેમ્પલ ન દીધા હોવાનું કહ્યું હતું. તેમની સાથે તેમના પરિવાર તરીકે જે નોંધાયેલાં હતાં એ નામ આપતાં એ પણ અજાણ્યા અને તેમની પત્ની તથા બાળકોનાં નામ બીજા હોવાનું કહ્યું હતું. ત્રણેય એક મહિના પહેલાં રસી લેવા ગયાં હતાં, તેથી આરોગ્યકર્મીઓએ રસીના લાભાર્થીનાં નામ લખ્યાં અને પરિવારજનોનાં નામ ન હોવાથી પોતાની રીતે આડેધડ લખી નાખ્યાંનું સામે આવ્યું છે.

હું રસી લેવા ગઈ હતી, કોઈને ઓળખતી નથી: મહિલા
દિવ્ય ભાસ્કરની ટીમે શંકાસ્પદ દેખાતાં નામોનો સંપર્ક કરતા હતા, એ દરમિયાન એક ફોન નંબર વારંવાર દેખાઈ રહ્યો હતો અને બધામાં અલગ અલગ નામો લખેલાં હતાં, જે સેમ્પલની સંખ્યા 270 થતી હતી. નંબર પર ફોન કરતાં મોટાવડા ગામના ધોરાજીની મહિલાનો નંબર નીકળ્યો હતો. તે મહિલાએ સેમ્પલ આપ્યાં જ નથી અને જે નામ આપ્યાં તેમણે કોઇને ઓળખતા ન હોવાનું કહ્યું હતું. આ મહિલાનો નંબર કઈ રીતે આવી શકે એ જાણવા મહિલાને પ્રશ્ન કરાયો હતો કે તેઓ આરોગ્ય કેન્દ્ર ગયાં હતાં? તો તેમણએ કહ્યું, ‘હું રસી લેવા માટે આરોગ્ય કેન્દ્ર ગઈ હતી.’

આરોગ્યકર્મીએ ખોટું નામ આપ્યું, ઉંમર પૂછતાં જ ફોન કટ
જસદણમાંથી એક જ પરિવારના 5 સભ્યનાં સેમ્પલ બે વાર લેવાયાં હતાં. એ નંબર પર ફોન કરીને સેમ્પલ આપ્યાં છે કે નહિ એ પૂછતાં વ્યક્તિએ હા પાડી હતી. નામ પૂછતાં વ્યક્તિ જવાબ આપી શકી ન હી. ભાસ્કરે નામ આપતાં તેણે હા પાડી પછી ફોન કાપી નાખ્યો. બીજી વખત ફોન કરતાં સગાનાં નામ છે એવું કહ્યું હતું. આ નંબર ચકાસતાં જસદણના આરોગ્યકર્મીનો હતો.