કોરોના રાજકોટ LIVE:શહેરમાં 8 દિવસ બાદ એક પોઝિટિવ કેસ નોંધાયો, સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 4 થઈ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 199, ઝાડા-ઊલટીના 101 અને તાવના 81 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં છેલ્લા 8 દિવસમાં એક પણ કેસ નોંધાયો નહોતો. પરંતુ આજે એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આથી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 4 પર પહોંચી છે. તેમજ શહેરમાં આજ સુધીમાં કોરોનાના 63709 કેસ નોંધાયા છે અને 63207 લોકો સ્વસ્થ બન્યા છે.

ગરમીમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો
રાજકોટ મનપાએ 23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ એક અઠવાડિયાના સમયગાળામાં શહેરની અંદર શરદી-ઉધરસના 199, સામાન્ય તાવના 81, ઝાડા-ઊલટીના 101, ટાઈફોડ તાવના 5 અને કમળાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.

156 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું
મચ્છરજન્ય રોગચાળાને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 23થી 29મે દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 18,297 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 156 ઘરમાં ફોગિંગની કામગીરી કરી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવ્યું હતું.