• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Terror Of Awara Elements In Rajkot's Junction Plot, Attack On Pedestrians With Pipes, Police Arrested And Brought To Justice

ક્રાઇમ:રાજકોટના જંકશન પ્લોટમાં અવારા તત્વોનો આંતક, રસ્તે ચાલીને જતા લોકો પર પાઇપ વડે હુમલો, પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો
  • ઇજાગ્રસ્તોને સિવિલ ખાતે દાખલ કરાયા
  • લુખ્ખાઓની ટોળકીનો સરાજાહેર રાજકોટને બાનમાં લેવાનો પ્રયાસ

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની રહી છે. આજ રોજ શહેરના જંકશન પ્લોટ વિસ્તાર ખાતે લુખ્ખા અને આવારા તત્વો દ્વારા વિસ્તારમાં આતંક ફેલાવી કોઈ કારણ વગર રસ્તે ચાલીને જતા લોકો પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 6થી 7 લોકોને ઇજા પહોંચી હોવાનુ સામે આવ્યું છે. આ મુદ્દે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ બનાવને પગલે વિસ્તારવાસીઓ એકઠા થઈ ગયા હતા. પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ. એલ.એલ. ચાવડા સહિતના સ્ટાફે તાત્કાલિક CCTV ફૂટેજના આધારે તપાસ કરી કલાકોમાં જ આ 3 શખ્સોની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

આ બનાવને પગલે વિસ્તારવાસીઓ એકઠા થઈ ગયા હતા
આ બનાવને પગલે વિસ્તારવાસીઓ એકઠા થઈ ગયા હતા
લોકો પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે
લોકો પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે

પાઇપનો પ્રહાર થતા મહિલાને જડબાના ભાગે ઇજા પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જંકશન પ્લોટ અને ગાયકવાડી વિસ્તાર ખાતે આજે રાત્રીના 9.30 થી 10 વાગ્યાના અરસામાં એક્સેસ મોટર સાયકલ પર ટ્રિપલ સવારીમાં જતા આવારા તત્વોએ હાથમાં પાઇપ લઇ રસ્તે જતા લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે જેમાં એક મહિલાને જડબાના ભાગે વધુ ઇજા પહોંચતા લોહી નીકળતું હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા સમગ્ર વિસ્તારના વેપારીઓ સાથે મળી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

આ મુદ્દે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે
આ મુદ્દે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે
ભોગબનનાર હરેશભાઈ કોટવાણી
ભોગબનનાર હરેશભાઈ કોટવાણી

બે થી ત્રણ કારમાં નુકસાન પહોચાડ્યું છે
ભોગબનનાર હરેશભાઈ કોટવાણીએ જણાવ્યું હતું કે, હું ચાલી ને જતો હતો આ સમયે પાછળથી આવી એક્સેસ મોરસાયક્લમાં ટ્રિપલ સવારીમાં જતા શખ્સોએ મારા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. પાછળથી આવી વાર કરતા આ લોકો કોણ હતા તે નથી માલુમ પરંતુ આ લોકો રોફ જમાવવા હુમલો કરતા હોવાનું અનુમાન લાગી રહ્યું છે. એક નહિ પરંતુ આ ટોળકી દ્વારા આજે રાત્રી દરમિયાન 6થી 7 લોકોને ઇજા પહોંચાડી બે થી ત્રણ કારમાં નુકસાન પહોચાડ્યું છે. જે મામલે યોગ્ય કાર્યવાહી કરી કડક સજા આપવા જંકશન પ્લોટ વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી.

પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો
પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો
અન્ય સમાચારો પણ છે...