હવે ઘર ભેગા થશે:સૌરાષ્ટ્ર યુનિ.માં ભાજપના મેહુલ રૂપાણી, નેહલ શુક્લ સહિત 5 અને કોંગ્રેસના 1 સિન્ડિકેટ સભ્યની ટર્મ કાલથી પૂર્ણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત ટર્મ પૂરી થવા છતાં સેનેટની ચૂંટણી ન યોજાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની ટર્મ પૂરી થવા છતાં સેનેટની ચૂંટણી યોજાઈ નથી. આથી આવતીકાલથી ભાજપના મેહુલ રૂપાણી, નેહલ શુક્લ સહિત 5 અને કોંગ્રેસના 1 સિન્ડિકેટ સભ્યની ટર્મ પુરી થતા ઘરભેગા થશે. ટર્મ પુરી થતા જ સેનેટની ચૂંટણી યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત ટર્મ પુરી થવા છતાં સેનેટની ચૂંટણી યોજાઇ નથી. બહુ ચર્ચિત ભલામણકાંડ બાદ સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાસ ધ્યાન આપ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રીના જૂથના જૂના સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોનો ભલામણકાંડ ખૂબ ચગ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીના જૂથના જૂના સિન્ડિકેટ સભ્યો હવે ઘર ભેગા થશે. સેનેટની ચૂંટણીમાં વિલંબ થતા 6 સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થશે. ભાજપમાંથી ભરત રામાનુજ, નેહલ શુક્લ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી અને પ્રવીણસિંહ ચૌહાણનો આવતીકાલે છેલ્લો દિવસ છે. જ્યારે કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગીરીશ ભીમાણી પણ સિન્ડિકેટ સભ્ય છે.

23 મેના રોજ સેનેટની ટર્મ પૂર્ણ થાય છે
23 મે 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ પૂર્ણ થઇ રહી છે, ત્યારે ટર્મ પુરી થતાના 50 દિવસ પહેલા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું ફરજીયાત રહેતું હોય છે. જોકે મતદાર યાદી કે ચૂંટણી અંગે જાહેરનામું હજુ સુધી પ્રસિદ્ધ ન થઈ નથી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં ચૂંટણી લડી શકાય એવી 43 સીટ છે. જેમાંથી 5 વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાગબટાઈથી 37 સીટ ભાજપે રાખી તો 8 કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે આ વર્ષે પાટીલની નો રિપીટ થિયરીના ખતરાનો પણ ભય ભાજપના સભ્યોને લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...