કાર્યવાહી:આવાસ યોજનામાં ભાડૂઆત મળ્યા, ફ્લેટને સીલ કરી દેવાયો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1900 ફ્લેટના લોકાર્પણ ચૂંટણી પહેલા કરવા કવાયત

રાજકોટ મહાનગરપાલિકાએ બનાવેલી અલગ અલગ આવાસ યોજનાઓમાં ફ્લેટ ગેરકાયદે ભાડે આપવાના પ્રકરણો ધીરે ધીરે ખૂલી રહ્યા છે આ કારણે ફ્લેટ સીલ કરવાના પગલાં લેવાઈ રહ્યા છે જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ વીર નર્મદ ટાઉનશિપ બનાવી છે જેમાં 19-5ના ચેકિંગ હાથ ધરાતા સી-706 ફ્લેટમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય પરિવાર રહેતો હોવાથી નોટિસ ફટકારાઈ હતી. નોટિસના જવાબ તેમજ તપાસમાં લાભાર્થીએ ફ્લેટ ભાડે ચડાવ્યું હોવાનું ખૂલતા ફ્લેટને આવાસ શાખાએ સીલ લગાવી દીધું હતું.

મનપા ઉપરાંત રૂડા પણ અલગ અલગ વિસ્તારોમાં આવાસ યોજનાનું નિર્માણ કરી રહી છે તે પૈકી હાલ ઈડબ્લ્યુએસ-1 અને ઈડબ્લ્યુએસ-2 પ્રકારના કુલ 1902 ફ્લેટ બની રહ્યા છે જેની ફાળવણી થઈ ગઈ છે. આવાસની કામગીરી ચકાસવા માટે ચેરમેન અમિત અરોરાએ મુલાકાત લીધી હતી અને કામ ઝડપથી પૂરા કરવા તાકીદ કરી હતી. હાલ તમામ કામોની સ્થિતિ જોતા તંત્ર ચૂંટણી પહેલા જ આ તમામ આવાસોના લોકાર્પણ થઈ જાય તેવા પ્રયત્ન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...