રાજકોટ ક્રાઇમ ન્યુઝ:પોપટપરા જેલ પાસે દસ વર્ષની બાળકીને ગાયે અડફેટે લીધી, ઢોર પકડ પાર્ટી પર મિર્ચી સ્પ્રે છાંટનાર એક ઝડપાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે અને ઢોર પકડવા જતી ટીમ પર પણ હુમલાના બનાવો સામે આવી રહયા છે. ત્યારે વધુ એક દસ વર્ષની બાળકીને ગાયે ઢીંક મારતા સારવારમાં ખસેડવામાં આવી હતી. શહેરના પોપટપરા જેલ પાસે નાલા નજીક રહેતી આયુષી સંજયભાઇ કનોજીયા (ઉ.વ.10) ગઇકાલે સાંજે પોતાના ઘર પાસે રમી રહી હતી. ત્યારે દોડી આવેલી ગાયે બાળકીને ઢીંક મારતા ફંગોળાઇને પટકાઇ હતી. જેમાં શરીરે ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા પરીવારજનો દોડી ગયા હતા. અને બાળકીને સારવારમાં અત્રેની સીવીલે ખસેડી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી.

ઢોર પકડ પાર્ટી પર મિર્ચી સ્પ્રે છાંટનાર એક ઝડપાયો
રાજકોટના 80 ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટી પર ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યે બુકાનીધારી બે શખ્સોએ પશુ રંજાડ અંકુશ શાખાના બે કર્મચારી પર હુમલો કરી આંખમાં મિર્ચી સ્પ્રે છાંટી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે થોરાડા પોલીસ મથકના સ્ટાફે બંન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી પોલીસે એક શખ્સને પકડી લીધો હતો.આ ગુન્હામાં અભિષેક દિલીપભાઇ વાળાની ધરપકડ કરી તેની પુછપરછ કરતા અભિષેકે જણાવ્યું કે, પોતે મિત્ર આશિષ સાથે રાત્રીના સમયે ચા પીવા નીકળા હતા ત્યારે આશિષે કહયું કે, આપણે ઢોર પકડ પાર્ટી પાછળ જઇએ તેમ કહી પોતે લાવેલા મીર્ચી સ્પ્રે. અભિષેકને આપ્યો હતો અને અભિષેકે ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીને આંખમાં સ્પ્રે. છાંટયો હતો. હાલ આશિષને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

આરોપી મેકડોનાલ્‍ડ ઉર્ફે જેમ્‍સ
આરોપી મેકડોનાલ્‍ડ ઉર્ફે જેમ્‍સ

બિમાર પત્‍નીની સારવાર માટે વેઇટરે રૂ.1.50 લાખની ચોરી કરી
રાજકોટ શહેરના રજપુતપરા શેરી નં. 3 માં આવેલી હોટલ સીટી ઇન ગેસ્‍ટહાઉસમાં છેલ્લા 6 વર્ષથી વેઇટર તરીકે નોકરી કરતો મેકલુમ મેકડોનાલ્‍ડ ઉર્ફે જેમ્‍સે હોટલના ડ્રોવરમાંથી રોકડા 1.50 લાખની ચોરી કરી નાસી ગયો હતો. જે બાદ આજ રોજ આરોપી ગ્રીનલેન્ડ ચોકડી નજીક હોવાની ચોક્કસ બાતમી આધારે ઝડપી પાડી પુછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે, ઘરની આર્થિક સ્‍થિતિ બરોબર હતી નહિ. આ વચ્‍ચે બિમાર પત્‍નીની સારવાર માટે નાણાની જરૂર હોવાથી ચોરી કરી હતી. જો કે પાછળથી ચોરેલી રોકડ પૈકી રૂ.50,000 બે કટકે હોટલ માલીકના એકાઉન્‍ટમાં પરત ટ્રાન્‍સફર આપી દીધા હતા. આરોપી મેકલુમ મેકડોનાલ્‍ડ ઉર્ફે જેમ્‍સ માલકમ કેનીથ (ઉ.વ.40) રાજકોટથી નાસી છુટયા બાદ વડોદરાના નિજામપુરાની સેન્‍ટ જોસેફ સોસાયટીમાં રહીને ખાનગી સિકયુરીટીમાં નોકરી કરવા લાગ્‍યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વિજકરંટથી મહિલાનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતાં કંચનબેન સુભાષગીરી ગોસ્વામી (ઉ.વ.47)ને ઘરે હતાં ત્યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસના હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પીધૂ
જૂનાગઢના દોલતપરામાં પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. દોલતપરમાં રહેતી સગીરા ગઇકાલે ઘરે હતી ત્યારે તેના પિતાને તમે ભાઈને મોબાઈલ લઈ દીધો છે તો મને પણ લઈ દયો તેવું કહેતાં તેના પિતાએ ભાઈના મોબાઈલના હપ્તા ભરાઈ જાઈ પછી તને લઈ દેશું કહેતા તેને લાગી આવતાં પગલું ભરી લીધું હતું. હાલ જૂનાગઢ પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ફેજાન ઉર્ફે સોનુ રફીક માંડવીયા
આરોપી ફેજાન ઉર્ફે સોનુ રફીક માંડવીયા

અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ મથકમાં નોંધાયેલા પોકસો અને અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પકડી પાડેલ આરોપી ફેજાન ઉર્ફે સોનુ રફીક માંડવીયા (ઉ.વ.26) ખીણ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી ધોરાજી પોલીસને મળી હતી જેના આધારે ધોરાજી પોલીસ ટીમે મહારાષ્ટ્રના માલેગાંવના ખીણ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબ૨ ક્રાઇમ પોલીસે ૨કમ પ૨ત અપાવી
સાયબ૨ ક્રાઇમ પોલીસે ૨કમ પ૨ત અપાવી

સીમકાર્ડમાં રિચાર્જ કરવાના બહાને પ્રૌઢે રૂ.49 હજાર ગુમાવ્યા
રાજકોટમાં ફરી સાયબર ક્રાઇમની ઘટના સામે આવી હતી. જેમાં 58 વર્ષીય કૌશીકભાઇ મહેતા નામના પ્રૌઢને કોઇ અજાણ્યા વ્યક્તિએ BSNL કસ્ટમર કેર ના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી અરજદારનું BSNL સીમકાર્ડ "RECHARGECUBE.IN” નામની વેબસાઇટ ગુગલમાં ઓપન કરી રૂ. 10/- રીચાર્જ કરવાનું કહેતા કૌશીકભાઇ રીચાર્જ કરેલ અને કૌશીકભાઇ ANYDESK નામની એપ્લીકેશન વાપરતા હોય જેથી તેમના બેંક એકાઉન્ટના ઓટીપી નંબર મેળવી લઈ છેતરપીંડી કરી આરોપીએ કૌશીકભાઇના ખાતામાથી રૂ.49,290ની ચોરી કરી હતી. જે બાદ છેતરપીંડી સંબંધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ દાખલ થતા પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી કૌશિકભાઈની સંપુર્ણ રકમ રૂ. 49,290 સાયબ૨ ક્રાઇમ પોલીસે ૨કમ પ૨ત અપાવી હતી.