તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચોરખાનામાં શરાબ સંતાડી ગોંડલ જતો ટેમ્પો પકડાયો, 1.74 લાખના દારૂ સાથે રાજસ્થાનના બે ઝબ્બે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશી દારૂની હેરાફેરી કરવા બૂટલેગરો પોલીસને ગુમરાહ કરવા નીતનવા કીમિયાઓ અજમાવી રહ્યાં છે. બીજી તરફ વિદેશી દારૂના જથ્થા પકડવા બાજનજર રાખતી પોલીસ બૂટલેગરોની કારી ફાવવા દેતી નથી. ત્યારે તાલુકા પોલીસનાં પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે માહિતીના આધારે ગોંડલ રોડ ચોકડીએથી રાજસ્થાન પાસિંગનો ટેમ્પો ટ્રેક્સ આંતર્યો હતો. પ્રથમ દૃષ્ટિએ ટેમ્પોમાં કોઇ વસ્તુઓ જોવા મળી ન હતી, પરંતુ પોલીસે બારિકાઇથી તપાસ કરતા ટેમ્પોમાંથી ચોરખાના જોવા મળ્યાં હતા. અંદર તપાસ કરતા રૂ.1.74 લાખની કિંમતનો 348 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક પ્રતાપ સુરતારામ ચૌધરી અને ક્લીનર કાનારામ ભીહારામ ચૌધરીની અટકાયત કરી છે. બંનેની પૂછપરછમાં તેઓને જોધપુરથી ટેમ્પો લઇને ગોંડલ જવાનું કહેવાયું હતું.\

રાજકોટ પહોંચી જેને ટેમ્પો સોંપ્યો તેને ફોન કરવાનો હતો, પરંતુ ગોંડલ પહોંચે તે પહેલાં જ બંને પકડાઇ ગયાની કેફિયત આપી છે. ટેમ્પોમાં ચોરખાનામાં વિદેશી દારૂ હોવાની વાતથી બંને અજાણ હોવાનું પોલીસ પાસે રટણ રટ્યું હતું. વિશેષ પૂછપરછ કરવા પોલીસ કોરોના રિપોર્ટ બાદ ધરપકડ અને પછી રિમાન્ડ પર બંનેને લેવાશે. અન્ય બનાવમાં આંબેડકરનગર-10માંથી રોહિત કનુભાઇ મેરને વિદેશી દારૂની 24 બોટલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસને જોઇ ભરત વાસુર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કોઠારિયા સોલવન્ટ પાસેથી કુલદીપસિંહ શિવુભા વાળા અને જીગર તુલસીભાઇ દતાને 8 બોટલ સાથે, જ્યારે માજોઠીનગર-1નાં હરેશ રામજીભાઇ રાઠોડને પાંચ બોટલ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

જુગારના બે દરોડામાં બે મહિલા સહિત 12 પકડાયા
જામનગર રોડ, પરાપીપળિયા એકતા સોસાયટીમાં દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સને 12,400ની રોકડ સાથે, જ્યારે લોધેશ્વર સોસાયટી-4માં જાહેરમાં જુગાર રમતા સુરેશ માનસીંગભાઇ ગતિયા તેમજ બે મહિલા સહિત પાંચને રૂ.10,100ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...