તાપમાન:રાજકોટમાં તાપમાન ઊંચકાયું, વિઝિબિલીટી 4 કિમી જ રહી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં નીચું તાપમાન રાજકોટમાં 11.9 ડિગ્રી

રાજકોટમાં શુક્રવારે લઘુતમ તાપમાન 11.9 ડિગ્રી નોંધાયું હતું. જે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું હતું. હવામાનખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી ઠંડીનો પારો જળવાઈ રહેશે. જો કે પવનની ઝડપ 12 કિમી રહી હતી. જેને કારણે ઠંડી અને ઠાર બન્ને અનુભવાયા હતા. દિવસમાં વિઝિબિલીટી 4.00 કિમી રહી હતી. સામાન્ય દિવસ કરતા 6.00 કિમી હોય છે.

રાજકોટ સિવાય અન્ય સેન્ટરમાં જોઇએ તો અમરેલીમાં 13.8, ભાવનગરમાં 17.6, દ્વારકા 15.8, ઓખા 19.00, પોરબંદર 15.00, વેરાવળ 16.6, દીવ 15.5, મહુવા 14.3 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાને બાદ કરતા મહત્તમ તાપમાન 25.00 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. રાજકોટમાં સવારે પવનની ઝડપ 12 કિમી હતી.

જ્યારે દિવસમાં 10 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા હતું.સવારે પવનની ઝડપ વધુ હોવાને કારણે ઠાર - ઠંડી બન્ને અનુભવાયા હતા. જો કે દિવસમાં પવનની ઝડપ ઘટી જવાને કારણે ઠંડીમાં રાહત જોવા મળી હતી. રાત્રે પવન ફુંકાયો હતો. 14 જાન્યુઆરી સુધી ઠંડી- લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે. ત્યારબાદ લઘુતમ તાપમાન ઊંચકાશે.

અન્ય સમાચારો પણ છે...