તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં કોલ્ડવેવની અસરને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો આવ્યો હતો જો કે હવે નજીવો વધારો થયો છે આમ છતા હજુ ઠંડી યથાવત છે અને આગામી સપ્તાહ સુધી આવી જ સ્થિતિ રહેવાની છે.રાજકોટમાં ન્યુનતમ તાપમાન 8.3 ડિગ્રી સુધી ગગડી ગયુ હતુ બાદમાં 9 ડિગ્રી અને ફરી ઘટાડો આવી 8.8 રહ્યુ હતું. શુક્રવારે વધીને 10.1 ડિગ્રી સેલ્શિયસ રહ્યુ છે અને મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્શિયસ છે. તાપમાનમાં નજીવો સુધારો આવ્યો છે.
પણ તેને કારણે ઠંડીમાં ઘટાડો આવ્યો નથી કારણ કે હજુ પણ પવનની ગતિ 14થી 20 કિ.મી. પ્રતિ કલાકની છે અને ઉત્તર પૂર્વથી આવતા હોવાથી ઠંડા તેમજ સુકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 28 કે તેનાથી નીચે તેમજ મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે.
શહેરનું તાપમાન
શહેરતાપમાન |
રાજકોટ 10.1 |
અમદાવાદ 15.0 |
ગાંધીનગર 14.5 |
પોરબંદર 12.0 |
વેરાવળ 14.2 |
કેશોદ 9.2 |
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.