તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:તા.19મી સુધી તાપમાન 40ને પાર થવાની શક્યતા નહીં

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસ સુધી રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર, બુધવારે તાપમાન 37.4 ડિગ્રી

રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું અને આ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જોકે બુધવારે તાપમાનમાં નજીવો ઘટાડો આવતા 37.4 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. પારો એકદમથી વધી જતા ટૂંક સમયમાં જ પારો 40 ડિગ્રીને પાર થશે તેવું લાગી રહ્યું હતું જોકે નિષ્ણાત જણાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્રમાં 38થી 39 ડિગ્રી સેલ્શિયસ સુધી મહત્તમ તાપમાન જશે પણ 40 સુધી હાલ કોઇ ચિહ્નો દેખાઇ રહ્યા નથી.

વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં હાલ મિક્સ વિન્ડ એટલે કે અલગ અલગ દિશામાંથી પવન આવી રહ્યા છે. ક્યારેક નોર્થ વેસ્ટ તો ક્યારેક વેસ્ટ તરફથી પવન આવે છે. આ કારણે તાપમાનમાં ફેરફાર રહે છે. આગામી 19 તારીખ સુધી મહત્તમ તાપમાન 38 કે 39 ડિગ્રી સુધી રહેશે જ્યારે ન્યુનતમ 23 ડિગ્રી સેલ્શિયસ રહેશે જે હાલમાં 19 કે 20 ડિગ્રી જેટલું નોંધાય છે. 40 ડિગ્રી ક્યારે થશે તે વિશે તેમણે કહ્યું કે, હાલ 19 તારીખ સુધી કોઇ શક્યતા નથી અને જેમ જેમ તે તારીખ નજીક આવશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલી ગરમી ક્યારે પડશે.

આ ઉપરાંત બુધવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહેવા મામલે તેઓએ કહ્યું હતું કે, ભેજ ક્યારે કઈ દિશામાં એકઠો થાય તેનું સચોટ સ્થળ કે અસર સ્પષ્ટ ન થઈ શકે એટલે કે ગરમી વધી જવાના સ્પષ્ટ કારણો ન હોય.

અન્ય સમાચારો પણ છે...