તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલામત સવારી કહેવાતી એસટી બસ કોરોનાની મહામારીમાં મુસાફરો માટે અસલામત સાબિત થઈ છે.શુક્રવારે દિવ્ય ભાસ્કરની ટીમે રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ કયાંય જળવાતું હતું નહીં. શાસ્ત્રી મેદાનમાં એક પણ મુસાફરના ટેમ્પરેચર માપવામાં આવતા નહોતા. વેઈટિંગ એરિયામાં કે બસમાં બધા મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. કેટલાક કર્મચારી અને મુસાફરો કોઇ પણ જાતના ભય વિના માસ્ક વગર ફરતા હતા.
ફરજિયાત ટેમ્પરેચર માપવાનો નિયમ માત્ર દેખાવ પૂરતો જ
શાસ્ત્રી મેદાન ખાતે આવેલા બસસ્ટેન્ડમાં કોવિડની મહામારીને ધ્યાને રાખીને ફરજિયાત ટેમ્પરેચર માપવા અને સેનિટાઈઝ કરવાનો નિયમ બનાવ્યો છે. આ માટે ખાસ કેબિન રાખવામાં આવી છે.પરંતુ એક પણ મુસાફરનું ટેમ્પરેચર માપવામાં આવતુ નહોતું કે સેનિટાઈઝર કરવામાં આવતું નહોતું. જેને જવાબદારી સોંપી હતી તે કર્મચારીની નજર સામે મુસાફરો નીકળી જતા હતા છતાં તેને રોકવામાં આવતા નહોતા.
ડ્રાઈવર નિયમનું પાલન કરતા નહોતા અને કરાવતા પણ નહોતા
બસના ડ્રાઈવરોમાં બેદરકારી જોવા મળી હતી. જેમાં ડ્રાઈવરોએ માસ્ક મોઢે બાંધવાને બદલે દાઢીએ લટકાવ્યું હતું. પૂછપરછ ઓફિસના સ્ટાફે બસમાં મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવાની જવાબદારી ડ્રાઈવરને સોંપી હોવાનું જણાવ્યું હતુ. જ્યારે ડ્રાઈવરની હાજરીમાં જ બસમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ના હતું.
મુસાફરો જાણે બગીચામાં આવ્યા હોય એમ ટોળે વળીને ઊભા હતા
શાસ્ત્રી મેદાન અને નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતી વેળાએ મુસાફરો ટોળે વળીને ઊભા હતા. આ સિવાય જે મુસાફરો વેઈટિંગ એરિયામાં ત્રણ ખુરશીમાં વચ્ચેની ખુરશીમાં નહીં બેસવા માટેની સૂચના આપતી નિશાની કરવામાં આવી હતી. છતા મુસાફરો આ નિયમનું ઉલ્લંઘન કરતા હતા.
સ્થળ પર જ પહોંચવાની પરવાહ, બધા મુસાફરો બાજુમાં બેઠા હતા
મુસાફરોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે બસમાં એક સીટ મુકીને એક પેસેન્જર બેસાડવાનો નિયમ છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકિંગમાં રાજકોટ જામનગર રૂટ અને જુનાગઢ રૂટ,સુરેન્દ્રનગર ધાંગધ્રા રૂટની બસમાં દરેક મુસાફરો બાજુમાં બાજુમાં બેઠા હતા. પુછપરછ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમનું પાલન કરવાની સુચના ડ્રાઇવરોને આપી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.