CRની સ્પષ્ટતા:'ચૂંટણી અંગેનો ટેલિફોનિક સર્વે ભાજપનો નથી, કાર્યકરો સતર્ક રહો', રાજકોટમાં લીગલ સેલના સંમેલનમાં હાજરી આપી

રાજકોટ3 મહિનો પહેલા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
  • અમારા વિરોધીઓએ ખોટા સમાચાર ફેલાવ્યા છે, અમે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું : ભાજપ પ્રદેશ અધ્યક્ષ

રાજકોટમાં આજે ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ વકીલોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાજરી આપી હતી. હાલ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી અંગે સર્વે થઈ રહ્યો હોવાના સમાચાર વહેતા થયા છે. આ અંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી અંગેનો ટેલિફોનિક સર્વે ભાજપનો નથી. જેથી કાર્યકરોએ સતર્ક રહેવું.

મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
મહાસંમેલન દરમિયાન ભાજપના અગ્રણી નેતા વજુભાઇ વાળાએ પાટીલને એક કાગળ આપ્યો હતો
મહાસંમેલન દરમિયાન ભાજપના અગ્રણી નેતા વજુભાઇ વાળાએ પાટીલને એક કાગળ આપ્યો હતો

અમે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા આવો કોઈ સર્વે કરવામાં આવી રહ્યો નથી. આ અંગેના બધા નિર્ણયો પાર્લામેન્ટરી બોર્ડ દ્વાર લેવાય છે. મેં આજે પ્રદેશ કારોબારીમાં બધાને સૂચના પણ આપી છે કે, કોઈ કાર્યકરે ટેલિફોનમાં એવા કોઈ જ સર્વેનો જવાબ આપવાની જરૂર નથી. અમારા વિરોધીઓએ ઈરાદાપૂર્વક પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. આ મામલે જરૂર પડશે તો અમે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. નોંધનીય છે કે, આજે યોજાયેલા મહાસંમેલન દરમિયાન મંચ પર બેસેલ ભાજપના અગ્રણી નેતા વજુભાઇ વાળાએ પાટીલને એક કાગળ આપ્યો હતો અને ગુફ્તેગુ કરી હતી. જે મામલે સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા જાગી હતી.

વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી
વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી
ભાજપ સાથે જોડાયેલા વકીલોનું મહાસંમેલન યોજાયું
ભાજપ સાથે જોડાયેલા વકીલોનું મહાસંમેલન યોજાયું

વકીલોનું મહાસંમેલન યોજાયું
ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સહુ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડવાની કરેલી અપીલના ભાગરૂપે આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા ભાજપ સાથે જોડાયેલા રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વકીલોનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાના શહેરો, તાલુકાઓમાંથી વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાંમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...