તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાત ટળી:દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા દોઢ કલાક મોડી પડી, પાઇલટે સમય સુચકતા વાપરી ફરી રનવે પર લેન્ડ કરાવી'તી

રાજકોટ5 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • દિલ્હીથી રાજકોટ આવવા માટે ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી રહી હતી

રાજકોટ આવી રહેલી દિલ્હીની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. આથી ટેકનિકલ ખામીને કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાન ભરી રહી હતી ત્યારે પાઇલટને ટેકનિકલ ખામીની જાણ થતા તેણે અંતિમ ઘડીએ ફરી ફ્લાઇટને રનવે પર લેન્ડ કરાવી દીધી હતી. આથી પાઇલટની સમયસુચકતાથી મોટી ઘાત ટળી હોવાનું એરપોર્ટના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ટેકનિકલ ખામીને કારણે દિલ્હીથી આવતી ફ્લાઇટ દોઢ કલાક મોડી હતી. 3.45 વાગ્યાના બદલે 5.15 વાગ્યે રાજકોટ પહોંચી હતી અને હવે રાજકોટથી પોણા બે કલાક મોડી ઉપડશે.

રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ સોમવારથી ઉડાન ભરશે
રાજકોટની ભારતનાં અન્ય શહેરો સાથેની એર કનેક્ટીવિટી વધી રહી છે. બેંગ્લોરથી રાજકોટની પ્રથમ સીધી ફ્લાઈટ એરપોર્ટ પર આવતા તેને વોટર સેલ્યુટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન આગામી તા. 1 લી માર્ચથી દક્ષિણ ભારતમાં હૈદરાબાદને જોડતી વધુ એક વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે.

માર્ચ મહિનાથી રાજકોટવાસીઓ સીધા ગોવા સુધી ઉડાન ભરી શકશે
રાજકોટ એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટ દ્વારા આગામી 1 માર્ચથી હૈદરાબાદ અને 2 માર્ચથી મુંબઈ જવા માટે એક દૈનિક ફ્લાઈટ શરુ કરી રહી છે. એરપોર્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઈસ જેટ દ્વારા આગામી માર્ચ મહિનાથી ગોવાની સીધી ફ્લાઈટ શરુ કરવા અંગેની પણ એરપોર્ટ ઓથોરિટીને પુષ્ટિ મળી છે. આ પહેલી વખત હશે જ્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટને સુંદર દરિયાકિનારા ધરાવતા ગોવા સાથે એર કનેક્ટિવિટી મળશે. ખાનગી એરલાઈને અઠવાડિયા માં 4 દિવસ ઉડાન ભરવા રાજકોટ એરપોર્ટ પાસેથી પરવાનગી પણ લીધી છે.

બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આગામી 24 માર્ચથી રાજકોટ-બેંગ્લોર ફલાઈટ શરૂ થઈ રહી છે. ત્યારે આગામી 1લી માર્ચથી સ્પાઇસ જેટ મુંબઈ-દિલ્હી અને બેંગ્લોર બાદ વધુ એક ફ્લાઇટ રાજકોટ-હૈદરાબાદ વચ્ચે શરૂ કરવા જઈ રહી છે. આ સાથે રાજકોટને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ-દિલ્હી-બેંગ્લોર અને હૈદરાબાદ એમ કુલ 4 ફ્લાઇટની ભેટ આપવામાં આવી છે. જ્યારે હાલમાં એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હીની માટે બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...