તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The NEC Team Inspected The Library Of Saurashtra University And Gave A Strong Presentation To Get A Plus Grade And Reputation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસોટી:નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી સહિતની ચકાસણી કરી, A પ્લસ ગ્રેડ મેળવવા અને આબરૂ રાખવા દમદાર પ્રેઝન્ટેશન રજુ કરાયું

રાજકોટ11 દિવસ પહેલા
નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં.
  • પ્રેઝન્ટેશન રજૂ કરી યુનિવર્સિટીની પાંચ વર્ષની સિદ્ધિઓનો નિચોડ રજુ કર્યો હતો
  • યુનિવર્સિટીમાં થયેલી સંશોધનની માહિતી મેળવી શૈક્ષણિક સ્તરનું આંકલન કરશે

સૌરાષ્ટ્ર યુનિ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાનો ક્યાસ કાઢવા માટે આજે સવારથી જ નેકની પીયર ટીમે મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. પુના યુનિવર્સિટીના કુલપતિ સહિત છ મેમ્બરોની ટીમ સવારના 9 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ પર આવી પહોંચતા તેઓએ સૌપ્રથમ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ એસ્કોર્ટ કરી નેકની પીયર ટીમ યુનિવર્સિટીની મેઇન બિલ્ડીંગમાં આવી પહોંચતા ત્યાં તેઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નેકની ટીમે પરીક્ષા વિભાગ અને CCDC લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી.

નેકની પીયર ટીમના સદસ્યોને ભગવદ ગીતા એનાયત કરાઇ
મૂલ્યાંકનના પ્રથમ દિવસે કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણીએ સિન્ડીકેટ રૂમમાં નેકના તજજ્ઞો સામે પ્રેઝન્ટેશન રજુ કરી યુનિવર્સિટીએ હાંસલ કરેલી સિદ્ધિ, સંશોધન તેમજ કેમ્પસ પર ઉપલબ્ધ સુવિધા સહિતની વિગતો રજૂ કરી હતી. બાદમાં આર્ટગેલેરી ખાતે આઇ.ક્યુ.એ.સી.ના ડો.ગીરીશ ભીમાણીએ પણ પ્રેઝન્ટેશન રજૂ કરી યુનિવર્સિટીની પાંચ વર્ષની સિદ્ધિઓનો નિચોડ રજુ કર્યો હતો. આ પૂર્વે કુલપતિ ચેમ્બરમાં ઉપકુલપતિ ડો. દેશાણીની ઉપસ્થિતિમાં નેકની પીયર ટીમના સદસ્યોને ભગવદ ગીતા એનાયત કરવામાં આવી છે. નેકની ટીમે ક્યાં ભવનમાં કેટલા વિદ્યાર્થીઓનું પણ પૂછવામાં આવ્યું હતું. જેમાં આર્ટસ ફેકલ્ટીમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું. મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું.

નેકની ટીમ કેમ્પસમાં તમામ ભવનની મુલાકાત લીધી.
નેકની ટીમ કેમ્પસમાં તમામ ભવનની મુલાકાત લીધી.

નેકની ટીમ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે
નેકની પીયર ટીમના મેમ્બરોએ પ્રેઝન્ટેશન બાદ બપોરના પરીક્ષા વિભાગ અને સીસીડીસી લાઇબ્રેરીની મુલાકાત લઇ વિગતો મેળવી હતી. તેમજ સાંજના સૌરાષ્ટ્રની રસધાર ટીપ્પણી રાસ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરાયા છે. તેમજ રાત્રે કુલપતિ નિવાસ ખાતે નેકની ટીમના મેમ્બરો ડીનર લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ દિવસના મૂલ્યાંકન દરમિયાન નેકની પીયર ટીમ યુનિવર્સિટીના વિવિધ ભવનોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની વિગતો મેળવશે. તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. તેની સાથે યુનિવર્સિટીમાં થયેલી સંશોધનની માહિતી મેળવી યુનિવર્સિટીના શૈક્ષણિક સ્તરનું આંકલન કરશે.

કુલપતિનું પ્રેઝન્ટેશન
વાઉ બસ પ્રોજેક્ટને સિલેબસમાં શામેલ કરવા સૂચન : કુલપતિના પ્રેઝન્ટેશન દરમિયાન વાઉ બસ જે ગરીબ બાળકોને તેના વિસ્તારમાં જઈને ન માત્ર શિક્ષણ આપે છે, પરંતુ બાળકોને રમકડાં આપે, પુસ્તકો આપે, જુદી જુદી રમત-ગમતની એક્ટિવિટી કરાવે છે. યુનિવર્સિટીના આ પ્રોજેક્ટથી નેકની ટીમ પ્રભાવિત થઇ હતી અને આ પ્રોજેક્ટને સિલેબસમાં શામેલ કરવા પણ સૂચન કર્યું હતું.

આર્ટસના ભવનો
પ્રાચીન સિક્કા, મૂર્તિ, હસ્તપ્રતના વખાણ કર્યા: યુનિવર્સિટીના આર્ટસના ભવનોમાં નેકની ટીમે ઇન્સ્પેક્શન દરમિયાન ઈતિહાસ ભવનમાં આશરે 5 હજાર વર્ષ પહેલાના ચલણી સિક્કાઓ, પ્રાચીન મૂર્તિઓ, ગુજરાતી ભવનમાં હસ્તપ્રતોનો સંગ્રહ નિહાળી ખુશ થયા હતા.

લાઇબ્રેરી
40 મિનિટ રોકાયા, 200 વર્ષ જૂના પુસ્તકો જોયા યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં નેકની ટીમે સૌથી વધુ 40 મિનિટ સુધી રોકાઈને ઇન્સ્પેક્શન કર્યું હતું. અહીં 2 લાખથી વધુ પુસ્તકો ઉપરાંત 200 વર્ષ જૂના પુસ્તકોનો અલભ્ય સંગ્રહ પણ નિહાળી અભિભૂત થયા હતા.

પરીક્ષા વિભાગ
વિદ્યાર્થીના પ્રવેશથી પદવીદાન સુધીની પ્રક્રિયા જોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પ્રવેશ ત્યારથી લઈને તેને પડવી આપવામાં આવે ત્યાં સુધીની તમામ પ્રક્રિયા પીપીટીથી જોઈ હતી. સૌરાષ્ટ્રમાં ગવર્નમેન્ટ કોલેજ, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કેટલી તેની વિગતો મેળવી. કોર્સથી લઈને પરીક્ષાના પેપર અને પરિણામ સુધીની વિગતો મેળવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો