તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:શિક્ષકોએ હવે શાળામાં રોજ 8 કલાક હાજરી આપવી પડશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે સપ્તાહના 45 કલાક કામ કરવું પડશે
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આદેશ

રાજકોટ પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે શાળામાં ફરજિયાત દિવસની 8 કલાકની હાજરી આપવી પડશે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવા દ્વારા આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોએ અઠવાડિયામાં 45 કલાક કામગીરી કરવાની રહેશે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ફરજિયાત 8 કલાકની હાજરી આપવાની રહેશે. આરટીઈના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયામાં 45 કલાકની કામગીરી કરવાની રહેશે.

આરટીઈ એક્ટ મુજબ વર્ષ 2012નો મૂળ ઠરાવ છે જેનું અમલ કરવાનું રહેશે. હાલ પ્રાથમિક શાળામાં બાળકોનો 11 થી 5નો સમય હોય છે એટલે કે શિક્ષકોએ સવારે 10થી સાંજે 6 સુધી કામગીરી કરવાની હોય છે. શાળામાં સવારે એક કલાક અને સાંજે 5 વાગ્યે બાળકો શાળાએથી છૂટ્યા બાદ એક કલાકનો સમયમાં વિદ્યાર્થીઓ તેમજ શાળાની આાગામી તૈયારી જેવી કે પેપર કાઢવા, પેપરની ચકાસણી કરવી તેમજ અન્ય આનુષંગિક સહિતની કામગીરી શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કરવાની રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ આઠ કલાક અને શનિવારે પાંચ કલાકની કામગીરી એમ કુલ 45 કલાકની અઠવાડિયાની કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...