શિક્ષકોની સજ્જતા અને જ્ઞાનની વૃદ્ધિ માટે તાજેતરમાં પાંચ દિવસીય જય -જીનિયસ-RIS ઇન્ટલેક્ટ મીટ 2022-23 ઇવેન્ટનું જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને ક્વાર્ટર ફાઈનલ- સેમિફાઈનલ અને ફાઈનલ એમ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ સાંપ્રત સમયના અને નવીન વિચારો ધરાવતા વિવિધ વિષયોમાંથી કોઈ એક વિષય પસંદ કરીને તે વિષયનું ઊંડાણપૂર્વક સંશોધન કરી, પ્રેઝન્ટેશન તૈયાર કરીને નિર્ણાયકો અને તમામ સહભાગીઓ સમક્ષ રજૂ કર્યા હતા. નિર્ણાયકો દ્વારા તેમની પ્રસ્તુતિને ચકાસવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર શિક્ષકોએ વિવિધ વિષયો જેવા કે જનરલ, સોશિયલ એન્ડ પોલિટિક્સ, સાયન્સ એન્ડ ટેક્નોલૉજી, સાઇકોલોજી એન્ડ એજ્યુકેશન, કોમર્સ એન્ડ લિટરેચર અને સ્પોર્ટસ જેવા વિષયો ચર્ચા માટે પસંદ કર્યા હતા. આ ઈન્ટલેક્ટ મીટના ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલના શિક્ષકોના સંશોધનને જજ કરવા જુદી જુદી સ્કૂલ અને યુનિવર્સિટીના શિક્ષણવિદોને આમંત્રિત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.