માર માર્યો:રાજકોટમાં કચરો ફેંકવા મુદ્દે શિક્ષક સમજાવવા ગયા તો બે પાડોશી શખ્સે લાકડીથી હુમલો કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • વળતો હુમલો કરતા શિક્ષક સહિત બેને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

રાજકોટ શહેરનાં જામનગર રોડ ઉપર બી.એ. ડાંગર કોલેજ પાછળ મહાદેવ પાર્કમાં ઘર પાસે કચરો નાંખવા મુદ્દે શિક્ષક સમજાવવા ગયા તો બે પાડોશીઓએ તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. આ મારામારીમાં શિક્ષક સહિત બેને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે મારામારી અંગે સામસામી ફરિયાદ નોંધી છે.

પોલીસે માર માર્યાની, ધમકી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો
મારામારીના બનાવ અંગે મહાદેવ પાર્કમાં રહેતા અને સરસ્વતી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પ્રવીણભાઇ ભીમજીભાઈ ચૌહાણની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પાડોશી પરસોતમ ચૌહાણ, દીપક ચૌહાણ અને 3 અજાણ્યા શખ્સો સામે લાકડી વડે માર માર્યાની, ધમકી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. ST-SC સેલના ACP પટેલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ફરિયાદમાં જણાવ્યુ છે કે, ઘર પાસે કચરો નાંખવા મુદ્દે પાડોશી પરસોતમ અને દીપક ચૌહાણને સમજાવવા જતા બંને આરોપીએ ઉશ્કેરાય જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે શિક્ષક અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
જ્યારે સામાપક્ષે મહાદેવ પાર્કમાં રહેતા ખુશાલીબેન અજયભાઇ પરમારની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પાડોશી શિક્ષક પ્રવીણભાઇ ચૌહાણ અને તેની પત્ની નીતાબેન સામે તેના ઘરવાળા અજય પરમારને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.