તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાજકોટ જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 તાલુકાના 101 ક્લસ્ટર ખાતે આયોજન

રાજ્યભરમાં ગઈકાલે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરાયું હતું. ત્યારે રાજકોટ જિલ્લાના 5072 શિક્ષક તેમાં ઓનલાઈન જોડાયા હતા. બપોરે 12 વાગ્યે શરૂ થયેલ આ સર્વેક્ષણ સાંજના 4.30 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં ધોરણ 1થી 5ના શિક્ષકો તેમજ ધોરણ 6થી 8ના ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો જોડાયા હતા.

11 તાલુકાના 101 ક્લસ્ટર ખાતે આ આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને તાલીમની તેમજ તેની જરૂરિયાત સહિતના 80 જેટલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ અમુક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણની કસોટીનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે આ સર્વેક્ષણમાં અમુક શિક્ષકો જોડાયા નથી.

અન્ય સમાચારો પણ છે...