કાર્યવાહી:રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલમાં NSUIએ હલ્લાબોલ કરતા શાળા સંચાલક દ્વારા શિક્ષક ભરત સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો

રાજકોટ4 મહિનો પહેલા
NSUI ટીમ તાત્કાલિક સ્કુલ પર પહોંચી સંચાલકોની ચેમ્બરમા હલ્લાબોલ કરી સમ્રગ હકીકત જાણી હતી
  • શિક્ષક દ્વારા વિદ્યાર્થી ઢોર માર માર્યાનો વીડિયો વાઇરલ થયો હતો

રાજકોટના નાના મવા રોડ પર આવેલ મહાત્મા ગાંધી સ્કુલમા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો વીડિયો વાઇરલ થતા જિલ્લા NSUI દ્વારા મહાત્મા ગાંધી સ્કૂલ ખાતે હલ્લાબોલ કરવામાં આવતા શાળા સંચાલક દ્વારા શિક્ષક ભરત સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ચેમ્બરમા હલ્લાબોલ કરી સમ્રગ હકીકત જાણી
સોશિયલ મીડીયામા એક વિદ્યાર્થીને શિક્ષક બેહરહમીથી માર મારતો વીડીયો વાયરલ થયો હતો જે નાનામવા મેઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી સ્કુલનો હોવાનું સામે આવતા આજ રોજ રાજકોટ જીલ્લા NSUI ટીમ તાત્કાલિક સ્કુલ પર પહોંચી સંચાલકોની ચેમ્બરમા હલ્લાબોલ કરી સમ્રગ હકીકત જાણી હતી. જેમા ધોરણ 12 કોમર્સમા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ટીખળ જેવી નજીવી બાબતમા અર્થશાસ્ત્રના શિક્ષક ભરતભાઈ સરવૈયા એ આવેશમા આવી માર માર્યાનુ સામે આવ્યુ હતુ.

શિક્ષક દ્વારા વિદ્યાર્થી ઢોર માર માર્યાનો વીડિયો વાઇરલ થયો હતો
શિક્ષક દ્વારા વિદ્યાર્થી ઢોર માર માર્યાનો વીડિયો વાઇરલ થયો હતો

કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ?
જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે , શિક્ષણધામમાં આ રીતે પુખ્તવયના બાળકોને નજીવી બાબતે માર મારવો કેટલો યોગ્ય? બાળક મસ્તી,મજાક કે ભુલ ના કરે તો કોણ કરે ? શિક્ષાત્મક પગલા લેવા એ શિક્ષકની ફરજ છે પણ મારવાની સતા આપી કોણે ? આવેશમા આવેલ શિક્ષકથી જો વિદ્યાર્થીએ માથાના ભાગે કે એવા અંગ પર ઈજા થઈ હોય તો અને કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ? જો આ બાબત વિદ્યાર્થીને માનસિકતા પર ઉંધી અસર કરી હોત તેને કોઈપણ પગલુ ભરી લીધુ હોત તો ? આવા ઘણા સવાલોથી NSUIએ સ્કુલ સંચાલકને બાનમા લીધા બાદ પોલીસ પણ દોડી આવી હતી અને ભારે રકઝક બાદ કાર્યકરોએ માર મારનાર શિક્ષકને ફરજ પરથી મુક્ત કરવાનુ લેખીતમા બાંહેધરી લીધી હતી. જો કે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ભોગ બનનાર વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો હતો અને આશ્વાસન આપી અને જરુર પડ્યે પોલીસ કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

NSUI આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરશે
NSUI આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરશે

NSUI આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરશે
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આવી ઘટનાઓ શિક્ષણજગત માટે શરમજનક છે શિક્ષકોએ પણ સંયમ રાખી શિક્ષા આપવી જોઈએ. વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી ફરજ છે કે આવી ઘટનાઓ સમાજમાં ભવિષ્યમા થતી અટકે એટલે શિક્ષક પર પગલા લેવા અમારી માંગ હતી અને NSUI આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...