સી.આર. પાટીલને પત્ર:રાજકોટમાં CMના આગમન સમયે MP કુંડારીયા સાથે ગેરવર્તન કરનારા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષને શિક્ષાત્મક પાઠ ભણાવોઃ વીંછિયા ભાજપ અગ્રણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પહેલા રાજકોટમાં સાંજે મુખ્યમંત્રીના આગમન સમયે સાસંદ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વચ્ચે તું તું..મેં મે થઇ હતી. - Divya Bhaskar
બે દિવસ પહેલા રાજકોટમાં સાંજે મુખ્યમંત્રીના આગમન સમયે સાસંદ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વચ્ચે તું તું..મેં મે થઇ હતી.
  • બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા ત્યારે બે નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું

ભારે વરસાદને કારણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બે દિવસ પહેલા જામનગર અને રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં ભૂપેન્દ્ર પટેલના આગમન સમયે ભાજપના જ બે નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષક ચેતન રામાણી અને સાંસદ મોહન કુંડારીયા બાખડી પડ્યા હતા. ત્યારે આજે વીંછિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ રાજપરાએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ચેતન રામાણીને પ્રોટોકોલનો પાઠ ભણાવો અથવા શિક્ષાત્મક પગલાં ભરો.

ચેતનભાઈ રામાણી જિલ્લામાં આપનો શું હોદ્દો છે?
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ કલેક્ટર પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીને આવકારવા માટે ઊભા હતા. ત્યારે ચેતનભાઈ રામાણી જિલ્લામાં આપનો શું હોદ્દો છે? અપેક્ષિતમાં હતા? પ્રોટોકોલ મુજબ પ્રથમ હરોળમાં આવીને ઊભા રહેવું અને રાજકોટ કલેક્ટરને સાઇડમાં ઊભા રહેવાનું કહેવાનો આપને અધિકાર કોને આપેલ છે? રાજકોટ કલેક્ટરને આપ ચેતનભાઈએ કહ્યું ત્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ આપને સાઇડમાં ઊભા રહેવાનું કહ્યું તેનાથી આપના પેટમાં શું બળતરા ઊભી થઈ?

સી.આર. પાટીલને લખેલો પત્ર.
સી.આર. પાટીલને લખેલો પત્ર.

રામાણીએ મુખ્યમંત્રીના પ્રોટોકોલનો ભંગ કર્યો
મોહનભાઈની કોઈ ફરિયાદ હોય તો પાર્ટીને રજૂઆત કરોને અને અત્યાર સુધી વિજયભાઈ રૂપાણીની સાથે હતા તો મોહનભાઈની ફરિયાદ કેમ ન કરી? હોદ્દા વગર અને અપેક્ષિતમાં
પ્રોટોકોલ મુજબ ન હોય આગલી હરોળમાં ફોટા પડાવવા અને મીડિયાના કેમેરામાં એન્ટ્રી પાડવાનું બંધ કરી દેવાય. પ્રોટોકોલમાં આવતા ન હોવા છતાં ખોટી હવા રાખીને જાહેરમાં ઝગડો કરીને પાર્ટીને નુકસાન કરવાનું આપ કામ કરી રહ્યાં છો. ચેતન રામાણી દ્વારા મુખ્યમંત્રીના પ્રોટોકોલનો ભંગ કર્યો હોય તેની સામે શિક્ષાત્મક પગલાં ભરીને શાન ઠેકાણે લાવવાની જરૂર છે. ચેતનભાઈ રામાણી સામે પગલાં ભરવામાં નહીં આવે તો અન્ય કાર્યકરો પણ પાર્ટીના હોદ્દેદારો સામે બોલતા થશે. આથી પાર્ટીને નુકસાન થશે તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી છે.

શું હતી સમગ્ર ઘટના
રાજકોટમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું 14 સપ્ટેમ્બરના રોજ સાંજે આગમન થાય તે પહેલા જ રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક
બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય જોયું નથી તે મામલે ટોણો માર્યો હતો. તેમજ કુંડારીયાને ખરી ખોટી સંભળાવી હતી. આથી મોહન કુંડારિયા રોષે ભરાયા હતા અને તમારે જે કરવું તે કરવાનું. ત્યારે ચેતન રામાણીએ કહ્યું કે, તમે કહ્યું કે આઘા કરો. બાદમાં કુંડારીયાએ કહ્યું કે, તમારે જેમ ફાવે તેમ બોલવાનું.

ચેતન રામાણી અને મોહન કુંડારીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
ચેતન રામાણી અને મોહન કુંડારીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

રાજકોટના મેયર, શહેર પ્રમુખ અને રાજ્યસભાના સાંસદે શાંત કર્યા
બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદીપ ડવ અને રાજ્યસભાના સાંસદ બંને વચ્ચે પડી બંનેને શાંત કર્યા હતા. જોકે આ તમાશો વીડિયોમાં કેદ થતા ભાજપના નેતાઓને નીચા જોવા જેવું થયું હતું. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધને ઉપસ્થિત લોકો પણ જોતા રહ્યા હતા. જોકે, બોલાચાલી મુદ્દે મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, હું કોઈને ફરિયાદ નહીં કરું, મારો સ્વભાવ નથી. લાઈનમાં ઉભા રહેવાને લઈ ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...