તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:સરપંચોને દિવ્ય ભાસ્કરે પૂછતા માત્ર કાગળ પર જ કેન્દ્ર ખૂલ્યા હોવાનું બહાર આવ્યું, TDOની સૂચના કોવિડ સેન્ટર શરૂ કરો, ઉપલેટાના 10 સરપંચે કહ્યું, ‘સુવિધા આપો’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગઢાળા ગામના સરપંચે કહ્યું કે, કંઇ થાય તો તંત્ર હાથ ઊંચા કરી દેશે, માટે નથી ચાલુ કરવું

રાજ્ય સરકારે તમામ ગામડાંઓમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરી દીધેલી છે. ત્યારે ભાસ્કરે ઉપલેટા તાલુકાના 16 સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાંથી 10 સરપંચોએ કોવિડ કેન્દ્ર ચાલુ ન કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, માત્ર ગાદલા કે બેડ રાખી દેવાથી કામ પૂર્ણ થતું નથી.

જરૂર લાગશે તો કરીશુંઃ સરપંચ
કોવિડ કેન્દ્ર શરૂ કરવું હોય તો સરકારે તબીબી સેવાઓ અને દવાઓ આપવી જોઈએ અને એક ખાસ તબીબની પણ નિમણૂક આપવી જોઈએ. જે સમયાંતરે લોકોની તપાસ કરી શકે. વધુમાં ગઢાળા ગામના સરપંચે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સીસીસી ચાલુ કર્યું, અને જો કોઈ દર્દીને કઈ તકલીફ ઉભી થાય તો તંત્ર હાથ ઉચા કરી દેવાનું છે, અને જવાબદારી સરપંચોની ફિક્સ થવાની છે, જેથી કોવીડ કેર સેન્ટર ચાલુ નથી કરવું. બાકી જરૂર લાગશે તો જ શરુ કરશું.

TDOએ કહ્યું, 51માંથી માત્ર 3 ગામમાં કેન્દ્રો શરૂ નહિ થાય, જે જુઠ્ઠાણું સાબિત થયું
તાલુકા વિકાસ અધિકારી જી.સી નાયકાએ માહિતી આપતા કહ્યું કે ઉપલેટા તાલુકા હેઠળ 51 ગામો આવેલા છે. જેમાંથી માત્ર 3 ગામ માજ સીસી કેન્દ્રો શરૂ નહિ થાઈ પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ આવી જેમાં અન્ય 7 ગામો જેમ કે, કાથરોટા, કુંઢેચા, ગઢાળા, ગધેથડ, ગાધા, જાળ અને નવા કલારિયાના સમાવેશ થાઈ છે, અને આ ગામના સરપંચ પણ શરુ કરવાની ના બોલી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, કેસ ન હોવાથી અને જરૂરિયાત પુરતી હોવાથી કોઈ જરૂર રહેતી નથી આ સીસી કેન્દ્રો ખોલવાની.

શું કહે છે સરપંચ?

  • વ્યવસ્થા રાખી છે, જરૂર પડશે તો ખોલશું
  • મંત્રીનો કોઈજ ફોન આવ્યો નથી, અને સીસી કેન્દ્રો માટે કોઈ અંદાજ પણ નથી.
  • વ્યવસ્થા છે, પણ તબીબની કોઈ સુવિધા નથી.
  • 10 બેડ હોલ અને શાળામાં મુકી દીધા છે.
  • કોઈ ચોખવટ કરવામાં આવી નથી. માત્ર ફોન આવ્યો શરૂ કરી દયો.
અન્ય સમાચારો પણ છે...