તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ કૌભાડને નાથવા માટે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડિપાર્ટમેન્ટે 41 બોગસ પેઢીઓમાંથી રૂ. 500 કરોડ કરતા વધારેના ટર્નઓવર ઝડપી પાડ્યા છે. રાજ્યવ્યાપી કુલ 115 જગ્યાએ દરોડા પાડીને કુલ રૂ. 98 કરોડની કરચોરી ઝડપી પાડી છે. અધિકારીઓ આ પેઢીઓ પાસેથી જે જેમને બિલો લીધા છે તેમની તપાસ શરૂ કરી છે. જેના કારણે આ આંકડો હજી વધી શકે છે.
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિ ટેકસ (એસજીએસટી)ને બોગસ બિલિંગ કૌભાડમાં રાજ્યમાંથી 41 બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાંથી 9, ભાવનગરમાંથી 3 રાજકોટમાંથી 1 અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી છે. આ કૌભાંડમાં કુલ રૂ. 500 કરોડ કરતા વધારેનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું છે. આ પેઢીઓ દ્વારા કુલ રૂ. 98 કરોડની આઇટીસી પાસઓન કરીને કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ડોક્યુમેન્ટની તપાસ ચલાવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.