તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો નહીં થાય, 182 કરોડની વસૂલાત

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન બાદ મનપાને ચૂંટણી નડી
 • મનપાની ટેક્સ શાખા ધુળેટી સિવાય તમામ રજાઓમાં રિકવરી ઝુંબેશ ચાલુ રાખશે

રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ શાખા ચાલુ વર્ષે અપાયેલો 200 કરોડ રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરવા છેલ્લા 2 સપ્તાહથી દરરોજ રિકવરી ઝુંબેશ હાથ ધરે છે.

ગુરુવારે વધુ 5 મિલકત સીલ તેમજ જપ્તીઓની નોટિસ સહિતની કામગીરી કરી હતી તેમજ 76 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. માર્ચ પૂરો થવાને હવે માત્ર એક જ સપ્તાહ બાકી છે ત્યારે ટેક્સ શાખા ધુળેટી સિવાય શનિ-રવિની રજામાં પણ આ કામગીરી ચાલુ રાખશે.

આસિ. કમિશનર એચ. કે. કગથરાના જણાવ્યા અનુસાર આ વર્ષે 182 કરોડ રૂપિયાની વેરા વસૂલાત થઈ છે. ગત વર્ષે 189 કરોડ રૂપિયા હતા જેમાં હવે માત્ર 7 કરોડ રૂપિયાનું અંતર છે જે આગામી સમયમાં પૂરું કરીને ગત વર્ષ કરતા વધુ આવક નોંધાશે. તેઓ જણાવે છે કે બે વર્ષ પહેલા મનપાને એક જ વર્ષમાં સૌથી વધુ 262 કરોડ રૂપિયાની વેરાની આવક થઈ હતી જે મનપાના ઈતિહાસમાં સૌથી વધુ છે. આવતા વર્ષે 300 કરોડના ટાર્ગેટને ધ્યાને લઈને નવો વિક્રમ બનાવવા પ્રયાસ કરાશે. મનપા દ્વારા હવે 2 સપ્તાહથી દરરોજ રિકવરી ઝુંબેશ હાથ ધરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો