તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામુક્ત:જામકંડોરણાનું તરકાસર ગામ કોરોનામુક્ત, બીજી લહેરમાં એક જ પોઝિટિવ કેસ: સરપંચ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે દાવો કર્યો કે ઘરમાં ફુદીનો અને લીલો અજમો વાવવાથી જેનો સીધો જ ફાયદો લોકોને થયો

કોરોનાની બીજી લહેર ઓછી થતા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના અનેક ગામો કોરોનામુક્ત બન્યા છે. જેમાં ગામ દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ સહિત અનેક પગલાંઓના કારણે ગામ કોરોનામુક્ત બની રહ્યા છે. તરકાસર ગામ સંપૂર્ણ કોરોનામુક્ત બન્યું છે. ગામના સરપંચે માહિતી આપતા કહ્યું હતું કે, ગામ પહેલાથી જ અત્યંત જાગૃત છે અને લોકોને એ વાતનો પણ ખ્યાલ છે કે કોરોના કેટલો જોખમી છે. અને તેમાં ક્યાં પ્રકારે સાવચેતી રાખવી જોઈએ. વધુમાં તેઓએ કહ્યું હતું કે, પ્રથમ લહેરમાં ગામમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નહતો અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નહોતું.

ગામના દરેક લોકોને ઘરમાં ફુદીનો અને લીલો અજમો વાવવા કહ્યું જેનાથી ગામને અને વસતા લોકોને સીધો જ ફાયદો પહોંચ્યો છે. 700 લોકોની વસ્તી ધરાવતા ગામમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથો-સાથ ગામમાં જે ખાડા હોઇ તેમાં કેરોસીન નાખવામાં આવ્યું હતું જેથી કોઈ જ પ્રકારનો ચેપ લાગે નહિ અને વાઇરસ પણ સક્રિય ન થાય. બીજી તરફ ગામમાં વસતા લોકોને માસ્ક અને ટોળાંમાં ઊભા ન રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી.

અનેક ગામોમાં સરપંચ દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું. પરંતુ તરકાસર ગામે અડધો દિવસ તમામ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી અને ચુસ્તપણે સામાજિક અંતર જાળવવા કહ્યું હતું. ગામમાં આવેલી કાપડની દુકાનને સંપૂર્ણ બંધ કરવા જણાવ્યું હતું, બીજી તરફ લોકોને એ વાતથી પણ અવગત કરાવામાં આવ્યા હતા કે, બહારથી કોઈ ભોજન કે નાસ્તો અથવા બેકરી વસ્તુનો ઉપયોગ ન કરે.

​​​​​​​વધુમાં ગામના સરપંચે કહ્યું હતું કે, લોકો પર સહેજ પણ બળજબરી કરવામાં આવી નથી, માત્રને માત્ર દરેક લોકોને વ્યક્તિગત મળી તેઓને આ રોગની ગંભીરતાથી માહિતગાર કર્યા હતા. બીજી લહેરમાં દરેકને ટેસ્ટ કરાવા જણાવ્યું હતું અને બહારથી આવતા સગાં-સંબંધીને પણ આવવા પર રોક મૂકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...