રાજકોટમાં આજે ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કુવાડવાથી સંતકબીર રોડ પર આવેલા 64 સ્થળોએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી ટીપી શાખા દ્વારા 300 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ 64 જગ્યા પર દબાણો હટાવ્યા
જે જગ્યાએથી મોમાઈ લચ્છી, ખોડીયારપાન સેન્ટર, અન્નપૂર્ણાપરોઠા હાઉસ, પરમારવેલ્ડીંગ -ફેબ્રિકેશન, દર્શનડ્રીંકીંગ વોટર, ડિલક્સપાન, મકવાણાગેસ વેલ્ડીંગ, એ-વનહેર સ્ટાઈલ, ગાયત્રીડિલક્સ, કનૈયારેડીયમ આર્ટ, ચાંદનીપાન-કોલ્ડ્રીંકસ, શિવ ઈલેકટ્રીકલ, બહુચરમોટર ગેરેજ, કે.જી.એન.સ્ક્રેપ, અંબેઓટો ગેરેજ, શ્રીહિંગળાજ વેલ્ડીંગ, દુર્ગા રેસ્ટોરન્ટ, પાન સેન્ટર, અન્નપુર્ણાગૃહ ઉદ્યોગ, વિશ્વકર્માબોડી રીપેરીંગ, બજરંગફેબ્રિકેશન, ગુરુદેવસીટ કવર, શિવરેડીયમ આર્ટ, એ.વનહેર સ્ટાઈલ, કોનીકઆર.ઓ.ઈલેકટ્રીકલ, ગુરુકૃપા સ્ટેશનર્સ, સદગુરુ એન્ટર પ્રાઈઝ, ગુરુકૃપા એન્ટર પ્રાઈઝ, ગણેશ કોલ્ડ્રીંકસ, ગણેશ ટેલીકોમ, ખોડીયાર પાન, હરી ઈલેકટ્રીકલ, સારથી ઓટો, શિવશક્તિ ડેરી ફાર્મ, ભગવતીફ્લોર મિલ, મોમાઈટી.સ્ટોલ, ડેવપાન - કોલ્ડ્રીંકસ, બાલાજી પાન-કોલ્ડ્રીંકસ, બ્રાહ્મણીડાઈજ - નીલેશભાઈ, ઈમેજ સ્ટેશનરી ઝેરોક્ષ, ઉમિયાજી ઈલેકટ્રીક, યંગસ્ટારહેર આર્ટ, ડિલક્સ પાન, રવિટેઈલર્સ, અમરનાથ હાર્ડવેર, ખોડીયારપાન, ગાયત્રીઓટો ગેરેજ, માનસસીટ કવર, સંગેશ્યામ ડિલક્સ પાનકોલ્ડ્રીંકસ, રવિરાજસ્ટીલ, કૃપાઈમિટેશન, માટેલપાનકોલ્ડ્રીંકસ, પિતૃસેલ્સ એજન્સી, સદગુરુ અગરબતી વર્કસ, પુનીતએન્ટરપ્રાઈઝ, મહાદેવઓટો ગેરેજ, રેડક્લીક સ્ટુડિયો, બાપાસીતારામ પતંજલી સ્ટોર, ખોડીયાર ઈલેકટ્રીકલસ, ગણેશહેર આર્ટ, દેવદરબાર પસ્તી ભંડાર, રીંકલપાન- કોલ્ડ્રીંકસ, ધારેશ્વર કોલ્ડ્રીંકસ, લક્કીઓટો, ઉદય કાર્ગોનો સમાવેશ થાય છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત પેડક રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ 04 લોકો પાસેથી રૂ.2,750, કચરાપેટી અને ડસ્ટબીન ન રાખવા સબબ કુલ 02 લોકો પાસેથી રૂ.1 હજાર, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ 5 લોકો પાસેથી રૂ. 3,500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, કન્ટ્રકશન વેસ્ટ રાખવા બદલ 1 પાસેથી રૂ. 7500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 12 લોકો પાસેથી રૂ.14,750નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.